સંતરામપુરના ધારાસભ્યની રજૂઆતના પગલે ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રીએ વિકાસ કાર્ય માટે 50 કરોડ રૂપિયા ફાળવ્યા

Editor Dahod Live
1 Min Read

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.04

સંતરામપુરના ધારાસભ્ય ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રીને વિકાસના કામોમાં રજૂઆત કરતા સંતરામપુરના વિકાસ માટે 50 કરોડ રૂપિયા ફાળવ્યા

સંતરામપુરના ધારાસભ્ય સંતરામપુરના અલગ અલગ ગામોમાં સ્ટેટ હાઇવે બનાવવા માટે ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રી સંતરામપુર ધારાસભ્ય કુબેર ડીંડોર કાર્યાલય પર આવી પહોંચ્યા હતા.ત્યાં તેમને સંતરામપુરના વિવિધ વિકાસના કામો માટે રસ્તાની સુવિધા પૂરી પાડવા માટે સંતરામપુર તાલુકાના દરેક જગ્યા પાકા રસ્તા બને અને નગરના સ્ટેટ હાઇવે બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.સંતરામપુર ના વર્ષો પછી પહેલા એવા ધારાસભ્યો છે કે ઉત્સાહ અને ઉમંગથી સંતરામપુર તાલુકાના વિકાસ કરવા માટે પ્રથમવાર આટલી માતબર રકમ જે પહેલા ધારાસભ્યો છે. ૫૦ કરોડની ગ્રાન્ટ સંતરામપુર તાલુકામાં મળી આવેલી છે.સંતરામપુર ના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર કામગીરી કરવામાં અને વિકાસ માટે અત્યારે પણ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનતા ઓ સાથે સંપર્કમાં રહે છે.

Share This Article