માનગઢ જવાના રસ્તા ઉપર મોસ મોટા ખાડા પડી જવાથી તેમજ આજુબાજુ જાડી ઝાખરા થઇ જવાથી પ્રવાસ કરતા મુસાફરોની હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.જ્યારે માનગઢ જવાનો રસ્તો સીંગલપટ્ટી હોવાથી ગાડીની સાઇટ આપવાની પણ મુશ્કેલી પડે છે.તો આગળથી ગાડી આવતી હોય તો પોતાની ગાડી બાજુમાં ઉભી રાખવાની ફરજ પડે છે. ત્યારે આવા રસ્તાને ડબલ પટ્ટી બનાવવાની તાતી જરૂર છે.માનગઢ ધામ ખાતે દર પૂનમે મોટાભાગના લોકો માનગઢધામ જતા હોય છે. તો મોટાભાગના સહેલાણીઓ પણ માનગઢ ધામ ખાતે આવતા હોય છે.ત્યારે માનગઢ ધામ ખાતે જવા માટે ફતેપુરાથી માનગઢ ધામ સુધી નવો રસ્તો બને તો મુસાફરોને મુશ્કેલી નો સામનો કરવો પડે નહીં તાત્કાલિક રસ્તો બનાવે તેવી લોકમાંગ ઉઠી છે.