ફતેપુરા ધી મોટા કદની ખેતી વિષય વિવિધ સહકારી મંડળી લિમિટેડની કમિટીની મળેલ મીટીંગ,મંડળીના ચેરમેન ડો. અશ્વિન ભાઈ પારગી ની અધ્યક્ષતામાં મળેલી કમિટીની મીટિંગ
ફતેપુરા તા.01
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ ધી ફતેપુરા મોટા કદની ખેતી વિષયક વિવિધ સહકારી મંડળી લિમિટેડના ચેરમેન ડો. અશ્વિનભાઈ પારગીની અધ્યક્ષતામાં કમિટીની મીટિંગ મળેલ હતી.જેમાં વાઇસ ચેરમેન તેમજ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.કમિટીની મળેલી મિટિંગમાં ગઈ મળેલ મિટિંગનું પ્રોસિડિંગ વાંચના લય બહાલી આપવામાં આવી હતી.તેમજ તારીખ 30.11.2019 ના રોજ નું સરવૈયા વાંચન લઇ ચર્ચા-વિચાર ના કરવામાં આવેલ હતી તેમજ કમિટી મંડળી દ્વારા કરવામાં આવતુ પરચુરણ ખર્ચ મંજૂર કરવા બાબત તથા ખેતી વિષયક ધિરાણની મુદત વીતી બાકી તેમજ ચાલુ બાકીની વસુલાત કરવા કમિટી દ્વારા ચર્ચા-વિચાર ના કરવામાં આવ્યું તેમજ સમિતિના ચેરમેન દ્વારા પ્રમુખ સ્થાનેથી કેન્દ્રની સરકાર દ્વારા કૃષિ બિલ પસાર કરવામાં આવેલ છે તેના સમર્થનમાં આજની સભામાં ઠરાવ પસાર કરવામાં આવેલ હતું.