Thursday, 21/11/2024
Dark Mode

સંતરામપુર:નાયબ મુખ્યમંત્રી દ્વારા જાહેરસભામાં જાતિ અપમાનીત શબ્દો ઉચ્ચારતા દલિત સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ 

સંતરામપુર:નાયબ મુખ્યમંત્રી દ્વારા જાહેરસભામાં જાતિ અપમાનીત શબ્દો ઉચ્ચારતા દલિત સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ 

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુરમાં દલિત સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ

સંતરામપુર તા.03

સંતરામપુરમાં દલિત સમાજ દ્વારા આજરોજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી કે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી જાહેરમાં સ્ટેજ ઉપર સભામાં દરેક હરિજન શબ્દોનું ઉચ્ચારણ કરીને અનુસૂચિત જાતિના નિયમોનો ભંગ કરી અને તેમના સમાજના ઠેસ પહોંચાડી હતી.સમગ્ર અનુસૂચિત જાતિના સમાજને ભારે આક્રોશ જોવા મળ્યો હતો.તેના અનુસંધાનમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના અનુસૂચિત જાતિના અગ્રણી પરમાર અમીત ભાઇ પુંજાભાઇ અને સમાજના અગ્રણીઓ સાથે આજરોજ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પીઆઇ સાહેબને ગુજરાતના નાયબ  મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને આવા ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી.

error: Content is protected !!