શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકા ના બલૈયા ક્રોસિંગ મુકામે બિરસા મુંડા રથનું સ્વાગત કરવામાં આવ્યું
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાન બલૈયા ક્રોસિંગ મુકામે આજ રોજ સોમવારના રોજ સાંજના 4:00 કલાકે સમયે બિરસા ભવન નિર્માણ કાર્ય રથ નું ભોજેલા ગ્રામ પંચાયતના સરપંચ હિતેશ ભાઈ પરમાર સરસવા પૂર્વ રૂપાખેડા ગામના સરપંચ તેમજ ડોક્ટર મેહુલભાઈ દ્વારા બલૈયા ક્રોસિંગ મુકામે સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ બિરસા મુંડા રથ ને સુખસર મુકામે જવા માટે રવાના કરવામાં આવેલ હતું ત્યારબાદ બિરસા મુંડા રથ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવી પહોંચતા આદિવાસી પરિવાર દ્વારા ફુલહાર કરી તિલક કરી બિરસા મુંડા ભગવાન કી જય ગુરુ ગોવિંદ મહારાજ કી જય’ ના નારા બોલાવી બિરસા મુંડા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આદિવાસી પરિવારના લોકો દ્વારા અનોખી નોતરા પ્રથા સાથે બિરસા મુંડા ભવન માટે તથા યોગદાન અને સમર્પણ લખવામાં આવ્યું દાહોદ ખાતે બની રહેલા બિરસા મુંડા ભવન ના ઉપયોગ આદિવાસી સમાજ ગરીબ વર્ગ માટે કરવામાં આવશે તથા લાઇબ્રેરી જેવી શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે તેમજ વિવિધ સમાજ ઉપયોગી કાર્યો થશે આ રથ વિવિધ ગામોમાં ફરશે અને દરેક વિસ્તારના આદિવાસી પરિવાર દ્વારા નોતરા રૂપે યથાયોગ્ય સમર્પણ કરવામાં આવશે આ રીતે દાહોદમાં નોતરા પ્રથાથી
બિરસા મુંડા ભવન બનાવવામાં આવશે
બિરસા મુંડા ભવન બનાવવામાં આવશે
