ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતમાં છેલ્લા ૧૧ વર્ષથી નાયબ હિસાબનીશ તરીકે ની ફરજ બજાવતા કેશુભાઈ પટેલની દેવગઢ બારીયા તાલુકા પંચાયતમાં નાયબ હિસાબનીશ તરીકે બદલી થતાં તેઓનો વિદાય સમારંભ તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી પી.એસ.અમલીયારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.જેમાં સી.ડી.પી.ઓ વંદિતાબેન પટેલ સી.ડી.પી.ઓ કોમલ બેન દેસાઈ તાલુકા પંચાયતના સ્ટાફ ગણ સિનિયર મંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણના રમેશભાઇ મછાર વગેરે હાજર રહી બદલી થતાં વિદાય થયેલા નાયબ હિસાબનીશ કેશુભાઈ પટેલને શ્રીફળ આપી ફુલહાર કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેઓના 11 વર્ષના નોકરી સમય દરમિયાન કરેલ કાર્યો ને યાદ કરી ભાવ ભર્યું વિદાય આપવામાં આવેલ હતી.જ્યારે તેઓની જગ્યા પર સંજેલી તાલુકા પંચાયતમાંથી ફરજ બજાવતા હિમાંશુભાઈ ભાવસારને ચાર્જ આપવામાં આવ્યો હતો.