Wednesday, 17/08/2022
Dark Mode

દે.બારીયા:નગરજનો પાસે ટેક્સ ઉઘરાવવામાં નિયમિતતા સાચવતી નગરપાલિકા કામ કરાવ્યા બાદ એજન્સીઓને બીલ ચૂકતે કરવામાં ઠાગાઠૈયા:કામ કરાવ્યાના સાત માસ બાદ પણ ચુકવણું ન કરાતાં આશ્ચર્ય

દે.બારીયા:નગરજનો પાસે ટેક્સ ઉઘરાવવામાં નિયમિતતા સાચવતી નગરપાલિકા કામ કરાવ્યા બાદ એજન્સીઓને બીલ ચૂકતે કરવામાં ઠાગાઠૈયા:કામ કરાવ્યાના સાત માસ બાદ પણ ચુકવણું ન કરાતાં આશ્ચર્ય

 મઝહરઅલી મકરાણી :- દે.બારીયા 

દે.બારિયા :- તા.04

દે.બારીયા નગરના નગરજનો પાસે ટેક્સ ઉઘરાવવામાં નિયમિતતા સાચવતી નગરપાલિકા કામ કરાવ્યા બાદ એજન્સીઓને બીલ ચૂકતે કરવામાં ઠાગાઠૈયા કરતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. હાલ નગરપાલિકા નગરજનો માટે પાયાની સુવિધા જેમકે પાકા વ્યવસ્થિત રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ(વીજળી), સાફ સફાઈ પ્રદાન કરવામાં પાંગળી પુરવાર થઈ છે. નગરમાં રસ્તાઓ દર નવા પ્રમુખે નવા બનેં તેવા સિલસીલો વર્ષોથી ચાલતો આવી રહ્યો હોય તેમ લાગી રહ્યો છે. દે.બારીઆ નગરની જ એક એજન્સીનું હેન્ડપંપના માલ સામાનની ખરીદીનું રૂપિયા ચાર લાખ ઉપરાંત માતબર રકમ ગત ફેબ્રઆરી માસમાં મુકેલ બીલના નાણાં સાત માસ જેટલો સમય વીત્યા પછી પણ ચૂકવવામાં ઠાગાઠૈયા કરાતા હોવાથી તે એજન્સી માલિકે હારી થાકી પોતાના હૈયાવરાળ ઠાલવવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાચકચાર મચી જવા પામી છે.જોકે દાહોદ જિલ્લાના દે.બારીઆ નગરપાલિકામાં ચીફ ઓફિસરની છાસ વારે કરાતી બદલી નગરનો વિકાસ થતો અટકાવવામાં મહત્તમ ભાગ ભજવી રહી છે. તેવો લોકમત પ્રવર્તી રહ્યો છે અને સ્થિર ચીફ ઓફિસર હોવાની માંગ ઊઠી રહી છે. હાલ પાલિકા દ્વારા ટેક્સના નાણાંની વસૂલાતમાં ચોક્કસ પણે નિયમિતતા જળવાઈ રહી છે. પરંતુ કામ કરાવ્યા બાદ એજન્સીને નાણાં ચૂકવવામાં ઠાગાઠૈયા કરાઈ રહ્યા છે. દે.બારીઆ નગરપાલિકા વિસ્તારમાં આવેલ અજંતા મશીનરી સ્ટોર્સ નામની એજન્સીનું હેન્ડપંપના માલ સામાન માટેનું ટેન્ડર પાસ કર્યું હતું. અને વર્ષ ૨૦૧૯-૨૦ નું રૂ.૪,૩૪,૬૦૭/- હેન્ડપંપના માલ સામાનનું બીલ ચુકવણી માટે પાલિકામાં તા.૨૪/૨/૨૦૨૦ ના રોજ મૂક્યું હતું. જે બિલનું ચુકવણું આજદિન સુધી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી. જેથી સદર એજન્સીના માલિક બીલના નાણાં માટે આટઆટલી રાહ જોયા પછી હારી થાકીને પોતાની હૈયાવરાળ ઠાલવવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા ચકચાર મચી જવા પામી છે. પાલિકા દ્વારા નગરજનો પાસે વીજળી વેરા વસૂલવામાં આવતો હોવા છતાં પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટની પૂરતી સુવિધા આવવામાં આવતી ન હોવાની અને પાયાની સુવિધાઓ પ્રદાન કરવામાં પાલિકા સત્તાધિશો દ્વારા વ્હાલા દવલાની નીતિ અખત્યાર કરાતી હોવાની પણ ફરિયાદો છે.

ભૂતકાળમાં દે.બારીઆ નગર પાલિકા દ્વારા નગરના વિકાસના કેટલાક કામોના ટેન્ડર આશી એન્ટર પ્રાઈઝ, સોહમ ઇન્ટરનેશનલ તથા પ્રેસિડેન્ટ અમર ફાઉન્ડેશન તેમજ અન્ય કેટલીક એજન્સીઓના મંજૂર કરવામાં આવ્યા હતા. અને તે એજન્સીઓએ પોતાનું કામ પૂર્ણ કરી નાણાં ચુકવણી માટે બિલોની ફાઈલ પાલિકામાં મૂકી હતી. તેમાંની ઉપરોક્ત પ્રથમ ત્રણ એજન્સીઓના માલિકો કામના બીલના નાણાં માટે હજીયે ધરમ ધક્કા ખાઈ રહ્યાં છે. અને આ ત્રણ એજન્સીઓની ફાઈલ પણ દે.બારીઆ નગરપાલિકા જનસેવા કેન્દ્રમાંથી જવાબદાર વ્યક્તિ હોવા છતાં કયાંક ગુમ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું અને આ અંગેની લેખિત જાણ દે.બારીઆ પાલિકાના જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા ઋષિકેશ સુરેશચંદ્ર સથવારાએ દે.બારીઆ પોલીસ સ્ટેશનમાં ગત તા.૨૨/૭/૨૦૨૦ ના રોજ કરી હતી. અને આ મામલે પોલીસે પણ ફાઇલોની ગુમશુદા અંગેની જાણવા જોગ નોધી આગળ તપાસ હાથ ધરી હતી. પાલિકાના જનસેવા કેન્દ્રમાંથી આ રીતે ત્રણ ત્રણ એજન્સીઓની ફાઈલ ગુમ થઈ જાય તે કેવી રીતે બને ? આ મામલે જવાબદાર સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણીઓ ઉઠવા પામી છે. હાલ નવા પ્રમુખે સત્તાના સૂત્રો તો સંભાળ્યા છે પણ તે ચીતરેલા ચીલે જ ચાલશે કે પછી નવો ચીલો ચિતરશે તે તો આવનાર સમય બતાવશે ?

error: Content is protected !!