ધાનપુરના ડોઝગર ગામે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇખાબડના સગા ભાણેજ સાથે ઝગડા બાદ દેશી તમંચા વડે ગોળીબાર કરાતાં ખળભળાટ:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read
  જીગ્નેશ બારીયા :- દાહોદ,મઝહર અલી મકરાણી :-દે.બારીયા 

દાહોદ તા.૦૩

ધાનપુર તાલુકાના ડોઝગર ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં દાહોદના મંત્રી બચુભાઈ ખાબડ ના ભાણેજ ઉપર બે જેટલા ઈસમોએ ગામમાં પસાર થવા બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ દેશી તમંચામાંથી ફાયરીંગ કરતાં મંત્રી બચુભાઈ ખાબડ ના ભાણેજ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું તેમજ એકને મારી નાંખવાની ધમકી આપતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગત તા.૦૨ ઓક્ટોબરના રોજ ધાનપુર તાલુકાના દુધામલી ગામે પટેલ ફળિયામાં રહેતા દાહોદ મંત્રી બચુભાઇ ખાબડના ભાણેજ આપસીંગભાઈ ધુળાભાઈ પટેલ તથા તેમની સાથે બીજા કેટલાક માણસો ડોઝગર ગામે તળાવ પાસેના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન ધાનપુર તાલુકાના સજાેઈ ગામે રહેતો સુરેશભાઈ હિમલાભાઈ બારીયા તથા તેની સાથે બીજાે એક અજાણ્યો માણસ એમ બંન્ને જણા મોટરસાઈકલ પર સવાર થઈ ત્યાં આવ્યા હતા અને આપસીંગભાઈ તથા તેમની સાથેના માણસો સાથે ઝઘડો તકરાર કરી કહેવા લાગેલ કે, અમારા ગામમાં કેમ આવેલ છો, તેમ કહેતા આપસીંગભાઈ વિગેરેનાઓએ ગાળો બોલવાની ના પાડતાં સુરેશભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે કમ્મરમાં ખોંસીને લાવેલ દેશી તમંચામાંથી ફાયરીંગ કરતાં આપસીંગભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે દિનેશભાઈ મેડા વચ્ચે પડતાં તેમની સામે પણ દેશી તમંચો તાકી મારી નાંખવાની કોશીષ તેમજ ધમકી આપતા આ સંબંધે ગંભીર ઈજાગ્રસ્ત આપસીંગભાઈ ધુળાભાઈ પટેલે આ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share This Article