*દાહોદ ખાતે ટ્રુ કેર લેબોરેટરી દ્વારા ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ ખાતે ટ્રુ કેર લેબોરેટરી દ્વારા ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન*

દાહોદ તા. 17

માનવસેવા એ જ પ્રભુસેવાના ઉદ્દેશ્ય સાથે દાહોદ સ્થિત ટ્રુ કેર લેબોરેટરી ખાતે ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો, યુવાનો અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓએ આ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ઈમરજન્સી અને અકસ્માત સમયે તેમજ થેલેસેમિયા પીડિત બાળકો અને ગંભીર દર્દીઓ માટે રક્તની અછત ન સર્જાય તેવા ઉમદા આશયથી આ શિબિર યોજવામાં આવી હતી.

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ અને ઈમરજન્સી દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એવા ઉદ્દેશ્ય સાથે રેડ ક્રોસ સોસાયટી અને બ્લડ બેંકના સક્રિય સહયોગથી તમામ તબીબી પ્રોટોકોલનું પાલન કરીને રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

 મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવી નિભાવી માનવસેવા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રોત્સાહક પ્રમાણપત્ર તેમજ સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શિબિરના સમાપન વખતે ટ્રુ કેર લેબોરેટરીના સંચાલકોએ તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓ, તબીબી ટીમ અને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

૦૦૦

Share This Article