રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો*
દાહોદ, તા. ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬:
દાહોદ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દાહોદ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન અને તાલીમ આપવા માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં દાહોદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ, જમીનની ફળદ્રુપતા જાળવવા, રાસાયણિક ખાતર અને દવાઓનો ઘટાડો કરવા, ઓછા ખર્ચે ખેતી કરવા તેમજ સ્થાનિક સંસાધનોના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી વિવિધ પદ્ધતિઓ અને પાકના સારા ઉત્પાદન માટે જરૂરી બાબતો અંગે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતોની ખેતી સંબંધિત સમસ્યાઓ અંગે પ્રશ્નોત્તરી યોજાઈ હતી અને નિષ્ણાતો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ટકાઉ કૃષિ તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી મેળવી હતી.
00
