સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું*

સુખસર,તા.6

 સુખસર તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાંથી ધોરણ એક થી પાંચ નો અભ્યાસ પૂર્ણ કરીને આગળ અભ્યાસ કરી હાલ ધારપુર પાટણ એમ.બી.બી.એસ કોલેજ ખાતે ચાર વર્ષનો અભ્યાસ કરીને ઇન્ટરશીપ ચાલુ છે.ઇન્ટરશીપમાં દર માસે 21000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળે છે. જેમાં ક્રિયેશભાઈ કટારાને પ્રથમ માસનું સ્ટાઇપેન્ડ મળતા તેઓએ તેમની ધોરણ 1 થી 5 નું પાયાનું શિક્ષણ પૂર્ણ કરેલ માતૃ શાળા ભીતોડીને યાદ કરીને શાળાના તમામ બાળકોને દાળ-ભાત ,પૂરી , શાક,શ્રીખંડ,પાપડ નું તિથિ ભોજન આપેલ છે.તેમણે પોતાનું એક થી પાંચ ધોરણ પાયાનું શિક્ષણ કેવી રીતે પૂર્ણ કર્યું અને પોતે M.B.B.S નો અભ્યાસ કેવી રીતે પૂર્ણ કર્યો?તે અંગે બાળકોને માહિતી આપી અને તમામ બાળકો દરરોજ શાળાએ ભણવા આવો,દરરોજ લેસન કરો,ભણવામાં ધ્યાન આપો અને સારું શિક્ષણ મેળવીને ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.શાળાના તમામ બાળકો અને શાળા પરિવારે પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article