ફતેપુરા ઘાંચી સમાજ ના કબ્રસ્તાનની સામે ડમ્પિંગ યાર્ડ બનાવી તળાવમાં કચરો નાખવામાં આવતા આવેદનપત્ર અપાયું
હાલના ડમ્પિંગ યાર્ડની સાફ-સફાઈ કરી યોગ્ય જગ્યાએ ડમ્પિંગ યાડની વ્યવસ્થા કરવા મામલતદાર તથા ટીડીઓને રજૂઆત કરાઈ
બાબુ સોલંકી:સુખસર
સુખસર,તા.5
ફતેપુરા ઘાંચી સમાજ ના કબ્રસ્તાનની સામે પંચાયત દ્વારા ડમ્પિંગ યાર્ડ બનાવી તળાવમાં કચરો નાખવામાં આવે છે આ બાબતે અગાઉ મામલતદાર અને ટીડીઓને રજૂઆત કરી આવેદન પણ આપ્યું હતું
આ બાબતે ઘાંચી સમાજની રજૂઆતો હતી કે ડમ્પિંગ યાર્ડ અહીંયાથી બદલી અન્ય યોગ્ય જગ્યાએ કચરો નાખવામાં આવે તેવી અનેકવાર માંગ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ પણ અધિકારી દ્વારા ધ્યાન આપવામાં નહીં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અહીંયાની પરિસ્થિતિ જોતા મરેલા ઢોર જાહેરમાં નાખી દેવામાં આવતા અસહ્ય ગંદકી ફેલાઈ રહી છે.તેમજ રોડની સાઈડમાંજ તળાવ આવેલું છે જેથી અવ-રજવર કરનાર મુસાફરોને પણ આની ગંદકીનો સામનો કરવો પડે છે.અને મુસ્લિમ સમાજને કબ્રસ્તાનમાં જવા માટે પણ તકલીફો ઊભી થઈ રહી છે.અસહ્ય ગંદકીના કારણે નાક ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે.અને અહીંયા ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ઊભી થયેલ છે. અહીંયા અનેક જાતની જીવાતો પણ પેદા થાય છે.આ બાબતે ગ્રામ પંચાયત તેમજ વહીવટી તંત્ર ધ્યાન આપે તથા વહેલી તકે આ ડમ્પિંગ યાર્ડની જગ્યા બદલાવે તેવી ઘાંચી સમાજની રજૂઆતો અને વિનંતીઓ કરવામાં આવેલ છે.તેમજ અહીંયાથી પસાર થતો રોડ કોર્ટમાં અવર-જવર કરતા રાહદારીઓને પણ મુશ્કેલી ઉભી થાય છે. આ ડમ્પિંગ યાર્ડનીબાજુમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની ઓફિસ પણ આવેલી છે.આ બધા કારણોને ધ્યાનમાં લઇ અને ડમ્પિંગ યાર્ડની યોગ્ય જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે.તેમજ જગ્યાની સાફ-સફાઈ કરાય તે જરૂરી જણાઈ રહ્યું છે. હાલમાં ડમ્પિંગ યાર્ડ ચારેબાજુથી ભરાઈ ગયેલ છે.અને રોડ ઉપર કચરો પણ આવી ગયેલ છે.ચોમાસાના સમયે આ ડમ્પીંગ યાર્ડના લીધે બીમારીઓ થાય અને કોલેરા ફાટી નીકળે તેઓ પણ ભય સેવાઈ રહ્યો છે. ઉપરોક્ત બાબતે વહીવટી તંત્ર તાત્કાલિક જાગૃત થશે કે કુંભકર્ણને નિંદ્રામાં ઊગેલું રહેશે?તે સમય બતાવશે.
