ગરબાડાના દેવધા ગામે લાકડા ભરેલી ટ્રેક્ટરની ટ્રોલીનું ટાયર ફાટ્યું: રોડ પર લાકડા વેરાયા,

Editor Dahod Live
1 Min Read

ગરબાડાના દેવધા ગામે લાકડા ભરેલી ટ્રેક્ટરની ટ્રોલીનું ટાયર ફાટ્યું: રોડ પર લાકડા વેરાયા,

રિપોર્ટર:રાહુલ ગારી,ગરબાડા 

વહેલી સવારે બની ઘટના,સદનસીબે મોટી જાનહાનિ ટળી

ગરબાડા તા.12

ગરબાડા તાલુકાના દેવધા ગામે આજે એક દુર્ઘટના સર્જાતા-સર્જાતા રહી ગઈ છે. મધ્ય પ્રદેશ તરફથી આવી રહેલા અને દાહોદ તરફ જઈ રહેલા એક લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલીનું ટાયર અચાનક ફાટતાં અકસ્માત સર્જાયો હતો. ટાયર એટલા જોરદાર અવાજ સાથે ફાટ્યું હતું કે આસપાસના સ્થાનિક લોકો રસ્તા ઉપર આવી ગયા હતા.

મળતી માહિતી મુજબ, ટ્રેક્ટરની ટ્રોલીમાં ક્ષમતા કરતાં વધુ કે મોટા પ્રમાણમાં ભારે લાકડાઓ ભરેલા હતા. ટ્રેક્ટર જ્યારે દેવધા ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન એકાએક ટ્રોલીનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવાની સાથે જ ટ્રેક્ટરે સંતુલન ગુમાવ્યું હતું અને ટ્રોલીમાં ભરેલા મોટા-મોટા લાકડાના રોડ પર ધડાકાભેર ખાબક્યા હતા.

આ અકસ્માત થયો તે સમયે સદનસીબે રોડ પર કોઈ અન્ય વાહન કે રાહદારી ટ્રેક્ટરની એકદમ નજીક ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

Share This Article