૧૯મી જૂન ૨૦૨૬ વિશ્વ સિકલસેલ દિવસ* *ધાનપુર તાલુકા માં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી* 

Editor Dahod Live
1 Min Read

*૧૯મી જૂન ૨૦૨૬ વિશ્વ સિકલસેલ દિવસ*

*ધાનપુર તાલુકા માં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી* 

દાહોદ તા. ૧૯

💫આજ રોજ તારીખ 19 જુન શુક્રવાર ના રોજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ જિલ્લા સંચારી રોગ અધિકારીશ્રી જીલ્લા પંચાયત દાહોદ ના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી ધાનપુર ખાતે માનનીય તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરશ્રી ની ઉપસ્થિતિ માં તેમજ સિકલ સેલ કાઉન્સેલર અને CHC સ્ટાફ ના સહયોગ થી ” સિકલ સેલ નિર્મૂલન અભિયાન “અંતર્ગત “વિશ્વ સિકલ સેલ દિવસ” ની ઉજવણી.

જે અંતર્ગત ધાનપુર તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.બી.પી.રમન ના દિશાસૂચન હેઠળ તા.૧૯/૦૬/૨૦૨૬ ના રોજ ધાનપુર તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મેડીકલ કેમ્પ જેમાં સિકલસેલ ડીસીઝ દર્દીઓની અને સગર્ભા માતાઓની મેડીકલ તપાસ, બ્લડ ગ્રુપ, હિમોગ્લોબીન તપાસ તેમજ કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતુ.

Share This Article