બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના નીંદકાપૂર્વનો અપહરણ તથા પોક્સોના ગુનામાં સવા વર્ષથી ફરાર આરોપીને સગીરા સાથે ઝડપી પાડતી સુખસર પોલીસ*
*પોલીસના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન અને સૂચનાના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો*
સુખસર,તા.2
નાયબ પોલીસ મહા નિરીક્ષક વીધી ચૌધરી પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ તથા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ તથા પોક્સોના ગંભીર પ્રકારના ગુનાઓમાં ફરાર આરોપીઓ તેમજ ભોગ બનનાર/ગુમ થયેલ સગીર બાળાઓને શોધી કાઢવા સૂચના આપેલ.જે આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર પટેલ ઝાલોદ વિભાગના ઓના સીધા માર્ગદર્શન અને સૂચનાના આધારે આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સુખસર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ રાઠોડ ના ઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા પોકસો એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનામાં પકડવાના બાકી આરોપીઓની માહિતી એકત્ર કરી આવા પ્રકારના ગંભીર ગુનાના વોન્ટેડ આરોપી તથા ભોગ બનનાર/ગુમ થયેલ સગીરાળાઓને શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી.તે દરમ્યાન ટીમના પોલીસ માણસોને બાતમી હકીકત મળેલ કે, સુખસર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 137(2 ) 87,64( 2) (એમ) 65(1 )તથા પોકસો કલમ 4,5 (જે) (2),6 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી મહેશભાઈ બાબુભાઈ પારગી રહે. નીંદકાપૂર્વ,તા,સુખસર,
જી.દાહોદ નાનો પોલીસ પકડથી નાસ્તો ફરે છે અને તે હાલમાં ભોગ બનનાર સગીર બાળા સાથે પોતાના ગામમાં આવેલ છે.જે બાબતની સુખસર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ રાઠોડ તથા એ.એસ.આઈ સતિષભાઈ પુંજાભાઈ,અ.હે.કો પીન્ટુભાઇ સુભાષભાઈ,અજયભાઈ રમેશભાઈ,અ.પો.કો મહેશભાઈ ગુરસીંગભાઇ સુખસર પોલીસ સ્ટેશનનાઓને બાતમી મળતા હકીકતના આધારે ટીમના માણસોએ તપાસ કરતા આરોપી મહેશ બાબુભાઈ પારગી સહિત ભોગ બનનાર સગીર બાળાને પકડી લઈ આરોપીને ગુનાના કામે અટક કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
