રાજેશ વસાવે :- દાહોદ
*સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે ડિપ્લોમા પ્રવેશ માટે માર્ગદર્શન અપાશે*
દાહોદ તા. ૨૧
દાહોદ શહેરની સરકારી પોલિટેકનિકમાં ધોરણ-૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગના વિવિધ અભ્યાસક્રમો (સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એઇડેડ કોસ્ચ્યુમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ) હાલ ચાલી રહ્યા છે.
ધોરણ-૧૦ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ૮-મે-૨૦૨૬ થી શરૂ થયેલ છે.
પ્રવેશ વાંછુક ઉમેદવારો અને તેમના વાલીઓને ડિપ્લોમા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી તા. ૨૯-મે-૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તથા તા. ૩ જૂન ૨૦૨૬ બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે વિના મુલ્યે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ માર્ગદર્શન કાર્યક્રમમાં એડમિશન પ્રક્રિયા અંગે પ્રવેશ વાંછુક ઉમેદવારો અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું પ્રવેશ પ્રક્રિયા સાથે સંકળાયેલ નિષ્ણાંતો દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
