રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં મોપેડ પર દારૂ લાવતા ખેપિયા પોલીસના સકંજામાં,સામે ગુનો નોંધાયો.
દાહોદ તા. ૧૬
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગરબાડા પોલીસે બુટલેગરોની ઊંઘ હરામ કરી દીધી છે. પેટ્રોલિંગ દરમિયાન ગરબાડા પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે સ્કૂટી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગરબાડા ડિવિઝનના DYSP એમ. કે. સ્વામી અને ગરબાડા PI એસ. એમ. રાદડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે ચંદલા ગામેથી બે સુઝુકી એક્સેસ સ્કૂટી પર વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વોચ ગોઠવીને અલગ-અલગ બ્રાન્ડની કુલ 576 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલો (576 નંગ) કિંમત ₹1,15,968 બે એક્સેસ સ્કૂટીઓ કિંમત ₹1,00,000 કુલ મુદ્દામાલ ₹2,15,968 જપ્ત કર્યો હતો
પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરી મામલે કડક વલણ અપનાવીને પાંચથી વધુ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં નીચેના આરોપીઓનો સમાવેશ થાય છે
1. સોહિલભાઈ ખીમાભાઈ માવી (રહે. ભરાસડા)
2. વકીલભાઈ બાબુભાઈ માવી (રહે. ગાંગરડી)
3. વિનુભાઈ સનુભાઈ માવી (રહે. રિંગોલ)
4. બાલુભાઈ ઉર્ફે બાલિયો નગરા માવી
5. રાકેશ નગરા માવી (રહે. ભરસડા)
6. અન્ય એક અજાણ્યો આરોપી સામે ગુનો નથી આગળની કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી હતી
