ઇન્દોર-દાહોદ રેલ પ્રોજેક્ટને તેજી:કતવારા-દાહોદ સેક્શન 98% પૂર્ણ,OHE અને સિગ્નલિંગ કામ યુદ્ધ સ્તરે ચાલુ કરાયો  31 મે સુધી ડેડલાઇન, નવો રૂટ શરૂ થતા 57 કિમી અંતર ઘટશે,મુસાફરોને મળશે મોટી રાહત.!

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

ઇન્દોર-દાહોદ રેલ પ્રોજેક્ટને તેજી:કતવારા-દાહોદ સેક્શન 98% પૂર્ણ,OHE અને સિગ્નલિંગ કામ યુદ્ધ સ્તરે ચાલુ કરાયો 

31 મે સુધી ડેડલાઇન, નવો રૂટ શરૂ થતા 57 કિમી અંતર ઘટશે,મુસાફરોને મળશે મોટી રાહત.!

દાહોદ તા.05

  ઇન્દોર દાહોદ રેલ પરિયોજનામાં હવે તબક્કાવાર કામ પૂર્ણ કરી કરેલ સેક્શન શરૂ કરવા માટે રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને દાહોદ કતવારા વચ્ચેનો 16 કિલોમીટરનો સેક્શનનો કામ 98% પૂર્ણ થઈ ગયું છે. હવે બાકીનું ઓવર હેડ ઇલેક્ટ્રીફિશિયન (OHE) તેમજ કવચ સિસ્ટમ સાથેની સિગ્નલિંગ પ્રણાલીનું ઇન્સ્ટોલેશનનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે.

જેમાં રેલ્વે દ્વારા દાહોદ કતવારા વચ્ચે ઈલેક્ટ્રીક પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. ઓએચઇ તેમાં સિગનલિકનું કામ છેલ્લા બે મહિનાથી પૂર ઝડપે ચાલી રહ્યો છે.રેલવે તંત્ર દ્વારા આ કામ પૂર્ણ કરવા માટે 31 મે સુધીની ડેડ લાઈન આપી છે પરંતુ હાલ કામની ગતિ જોતા આ કામ પૂર્ણ કરવામાં એક મહિનાનો સમય વધુ લાગી શકે તેમ છે. આ સિવાય ઇન્દોર દાહોદ રેલ રેનલાઇનનું દિલ્લી- મુંબઈ રેલમાર્ગ સાથે માર્જ થવાની છે

એ જંક્શન પર ટ્રેનોના સંચાલન માટે વધુ 3 પોઇન્ટ મુકવામાં આવશે. આ સિવાય ઇન્દોર થી દાહોદ વચ્ચે જે ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. તે ટ્રેનો પ્લેટફોર્મ નંબર 4 પર લઈ જવાની યોજના પર કામ ચાલી રહ્યું છે આ સિવાય ઇન્દોર થી આ રેલમાર્ગ થઈ દિલ્હી અને મુંબઈ તરફ જતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર એક પર લઈ જવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. આ સિવાય મુંબઈથી ઇન્દોર તરફ જે ટ્રેનો ઇન્દોર તરફ જશે તે ટ્રેનો પ્લેટફોર્મ નંબર 4 પર લઈ જવામાં આવશે. આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે રેલવે તંત્ર કામ કરી રહ્યું છે.

આ સાથે ઇન્દોર થી દાહોદ આવતા રેલમાર્ગ માટે એક વધારાનું ટ્રેક પ્લેટફોર્મ નંબર એક સાથે જોડવામાં આવશે. આ કામ માટે વચ્ચે આવતી એક ઓફિસ પણ ડીમોલિશ કરવામાં આવશે. જોકે નોંધણી બાબત છે કે હાલ દાહોદ કતવારા સિવાય ધારથી પીથમપુર વચ્ચે કામ પૂર્ણ થતા સેફટી નિરીક્ષણ માટે ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. આ સેક્શનમાં ત્રણ કિલોમીટર લાંબી ટીહિ ટનલમાં 800 મીટર સુધી ટ્રેક પાથરવાનું તેમજ ઓવર હેડ ઇલેક્ટ્રીકેશન, તેમજ સિગ્નલ ઇન્સ્ટોલેશનનું કામ પણ સમાંતર રીતે ચાલી રહ્યું છે. 204 કિલોમીટરના આ રેલમાર્ગમાં કતવારાથી ઝાબુઆ વચ્ચે મોટા ભાગના પુલો, અંડરપાસ, તેમજ અર્થ વર્કનું કામ પૂર્ણ કરી ટ્રેક પાથરવાનું કામ ચાલી રહ્યું છે. સાથે જ ઝાબુઆથી ધાર વચ્ચે 96 કિલોમીટરના સેક્શનમાં ભૂમિઅધીગ્રહણ પૂર્ણ થયા બાદ રેલ્વે દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં અર્થ વર્કનું કામ શરૂ થશે. નોંધનીય બાબત છે કે 800 કરોડના ખર્ચે શરૂ થયેલી આ રેલ પ્રોજેકટની લાગત ત્રણ ગણા વધી ગઈ છે. હવે આ પ્રોજેક્ટને પીએમ ગતિ શક્તિ યોજનામાં સામેલ કરી ઝડપથી પૂર્ણ કરવા માટે પણ આ પૂરતો ફંડ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓની ઓબ્ઝર્વેશનમાં ઝડપથી પૂર્ણ કરવા માટે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. જેના પગલે આ રેલ પ્રોજેક્ટ અમે બે વર્ષમાં પૂર્ણ થઈને શરૂ કરવામાં આવશે તો ઇન્દોર તરફ જવા માટે વધારાનો એક રૂટ રેલ યાત્રીઓને મળશે સાથે જ ઇન્દોર પીસનપુર તરફથી આવતી ગુડસ ટ્રેનો આ રૂટ નો ઉપયોગ કરશે જેથી રેલવેને પણ નફો થશે. સાથે જ અત્યારે વાયા રતલામ થઈને ઇન્દોર જતા લોકોનો સમય વધારે જાય છે આ રૂટ શરૂ થવાથી દાહોદ થી ઇન્દોર વચ્ચેનો અંતર 57 કિમી ઓછો થશે.

Share This Article