રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના રાજકારણમાં ગરમાવો: હોટલ ઘનશ્યામ ખાતે ભાજપની ‘સેન્સ’ પ્રક્રિયા પૂર્ણ, પ્રમુખની રેસમાં ત્રણ નામો વચ્ચે જંગ !
દાહોદ તા. ૩
ગરબાડા તાલુકા પંચાયતના નવા સુકાની કોણ બનશે? આ પ્રશ્ન અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપની મહત્વની સેન્સ પ્રક્રિયા આજે હોટલ ઘનશ્યામ ખાતે યોજાઈ હતી. જેમાં સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં ભાવિ પ્રમુખ માટે મંથન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ મહિલા ઉમેદવારોના નામની જોરદાર ચર્ચા જોવા મળી હતી સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક નામો સામે આવ્યા હતા, પરંતુ રાજકીય વર્તુળોમાં અત્યારે ત્રણ મહિલા દાવેદારોના નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે. આ ત્રણ નામ પર જ પસંદગીનો કળશ ઢોળાય તેવી પૂરેપૂરી શક્યતા છે:
નીલમબેન શૈલેષભાઈ દેવધા , ચેતનાબેન ધર્મેશભાઈ ભાભોર , જોસનાબેન વિક્રમભાઈ ભાભોર દિગ્ગજોની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક આ સેન્સ પ્રક્રિયામાં ગરબાડા તાલુકા ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર મંડળ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ ભાવેશભાઈ બારીયા સહિતના સ્થાનિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
> **શું કહે છે સૂત્રો?**
> ભાજપના મોવડી મંડળ દ્વારા નિમાયેલા સેન્સ નિરીક્ષકોએ તમામ સભ્યોનો અભિપ્રાય લીધો છે. હવે આ નામોની યાદી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે અને ટૂંક સમયમાં મોવડી મંડળ દ્વારા સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવશે.
હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ ત્રણમાંથી કોના પર ભરોસો મૂકે છે અને ગરબાડા તાલુકા પંચાયતનું સુકાન કોના હાથમાં સોંપે છે.
