રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના માડલીમાં વિજય સરઘસ દરમિયાન હુમલો:ભાજપ ઉમેદવાર પર હારેલા અપક્ષના વ્યક્તિઓ સામે આક્ષેપ, અનેક ઇજાગ્રસ્ત
દાહોદ તા.28

દાહોદ જિલ્લાના માડલી બેઠક પર ચૂંટણી પરિણામ બાદ નીકળેલા વિજય સરઘસ દરમિયાન હિંસક ઘટના સામે આવી છે.માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર ચીરાયુ અમરસિંહ બામણીયાના વિજય સરઘસ પર હારેલા અપક્ષ ઉમેદવાર ધવલકુમાર પ્રભાતભાઈ બામણીયા ના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

પ્રાથમિક માહિતી અનુસાર,આ હુમલો મારક હથિયારો વડે કરવામાં આવ્યો હતો, જેમાં બન્ને પક્ષોના કેટલાક કાર્યકરોને ઇજાઓ પહોંચી છે. ઘટનાને કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે બનાવની જાણ થતા જ DYSP સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
