દેવગઢ બારીયાના કુવા ગામે “નબળો ધણી બૈરા પર સૂરો”ઉક્તિ સાર્થક કરતી બનેલી ઘટના
શંકાશીલ પતિએ પત્નીના ચારિત્ર પર શંકા કરી પત્રીને મૂઢ માર મારી, મોઢુ- નાક દબાવી મોતને ઘાટ ઉતારી
દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામે ડુંગર ફળિયામાં નબળો પતિ બૈરા પર સૂરો ઉક્તિ સાર્થક કરતી ઘટના સામે આવી છે જેમાં શંકાશીલ પતિએ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા કરી પત્નીને મૂઢ માર મારી, મોઢું અને નાક દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે પતિએ પહેરેલ કપડામાં આગ લગાવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.

દેવગઢ બારીયા તાલુકાના ચેનપુર ગામના છાત્રાલય ફળિયાની મરણ જનાર ૪૨ વર્ષીય કોકીલાબેન વણકરને પ્રથમ પતિ સાથે હંમેશા ઘરકંકાશ રહેતો હોવાથી મનમેળ ન રહેતા પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ પુરાવાનું નાશ કરવા પતીએ પહેરેલ કપડાને આગ લગાવી કોકીલાબેન વણકરના બીજા લગ્ન દેવગઢ બારીયાના કુવા ગામે ડુંગર ફળિયામાં રહેતા પ્રવિણભાઈ ગાંગાભાઈ વણકર સાથે થયા હતા. પ્રવીણભાઈ વણકર પહેલેથી જ શંકાશીલ સ્વભાવનો હોવાથી પતી કોકીલાબેનના ચારિત્રપર હંમેશા શંકા રાખી અવારનવાર પત્ર સાથે ઝઘડો તકરાર કરતો હતો. અગાઉ પણ આ મામલે ઝઘડો તકરાર કરી કોકીલાબેનનો એક વખત હાથ અને એકવખતે પગ પણ ફેક્ચર કરી નુખ્યો હતો.

એ જકારણસર શંકાશીલ પ્રવીણભાઈ વણકરે પત્રી કોકીલાબેન સાથે પરમ દિવસ તારીખ ૧૦-૩-૨૦૨૬ ના રોજ મોડી સાંજના સાત એક વાગ્યા પહેલા ઝઘડો કરી કો કીલાબેનને શરીરે મૂઢ માર મારી નાની મોટી ઈજાઓ કરી તથા મોટું નાકદબાવી ગૂંગળાવી કોકીલાબેનને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પુરાવાનો નાશ કરવા મૃત કોકીલાબેનને શરીરે ડામ દઈ સળગીને મળી ગઈ હોય તેવું સાબિત કરવા કોકીલાબેને પેરેલ કપડામાં આગ લગાવી પોલીસ તપાસને આવળે પાટે ચડાવવાની કોશિશ કરી હતી. આસંબંધે મૃત્યુ જનાર કોકીલાબેન વણકરના કાકા ચેનપુર ગામનું છાત્રાલય ફળિયામાં રહેતા દાનાભાઈ વણકરે ઉપરોક્ત ભરી ફરિયાદ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આ મામલે ભારતીય ન્યાયસહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧) ૨૩૮(એ) મુજબ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
