રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના મંગલમહુડી-અનાસ રેલખંડમાં ઓટોમેટીક બ્લોક સીગ્નલીંગ સીસ્ટમ શરૂ : રતલામ મંડળની ઐતિહાસિક સિધ્ધિ
રેલ્વે ૧૦ કલાકના ટ્રાફિક બ્લોકમાં ૪૧.૦૬ કિલોમીટર લાંબા સેક્શનમાં પ્રોજેક્ટ પુર્ણ કર્યાે : ગોધરા-નાગદા રૂટ પર ટ્રેનોની ક્ષમતા તેમજ સુરક્ષામાં મોટો સુધારો
દાહોદ તા.૦૫
પશ્ચિમ રેલ્વેના રતલામ મંડળ દ્વારા રેલ્વે સુરક્ષા તેમજ કામગીરીના ક્ષમતા વધારવા માટે વધુ એક મહત્વનું પગલુ ભર્યુ હોય તેમ જાેવા મળી રહ્યું છે. ખાસ કરીને ભારતીય રેલ્વે દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર એક તરફ મીશન ૧૬૦ કિલોમીટરની ઝડપે ટ્રેનોનું સંચાલન કરવા માટેની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે સમાંતર આ રેલખંડમાં કાર્યક્ષમતા વધારવા તેમજ ટ્રેન દુર્ઘટના ન થાય તે માટે ઓટોમેટીક સીગ્નલીંગનું કામ પણ પુર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
રતલામ મંડળે મંગળમહુડી અનાસ સુધી ૪૧.૬ કિલોમીટરના સેક્શનમાં ઓટોમેટીક સીગ્નલીંગ સીસ્ટમનું કમીશનીંગ પુર્ણ કર્યુ છે. ગોધરા,નાગદા શ્રેણીના રૂટ હેઠળ ૧૦ કલાકના આયોજન્નબધ્ધ ટ્રાફિક બ્લોક દરમ્યાન આ વિશાળ કામગીરી સફળતાપુર્વક પુર્ણ કરવામાં આવી છે. હવે આ કામગીરી પુર્ણ થતાં ગોધરા, નાગદા રેલ સેક્શનમાં ઓટોમેટીક બ્લોક સીગ્નલીંગની કુલ લંબાઈ ૧૫૦.૯૬ કિલોમીટરથી વધીને ૧૯૨.૯૬ કિલોમીટરની થઈ ગઈ છે. નોંધનીય બાબત છે કે, એકજ નાણાંકીય વર્ષમાં ભારતીય રેલના કોઈપણ મંડળ દ્વારા સૌથી લાંબી ઓટોમેટીક બ્લોક કમીશનીંગનો રેકોર્ડ નોંધાંયો છે. એટલુંજ નહીં આ ઓટોમેટીક બ્લોર સીંગ્નલીંગની કામગીરીથી ૧૦૦ ટકા રિડન્ડન્સી સાથે ઓટોમેટીક બ્લોક સીસ્ટમ સ્થાપિત થશે. સાથેજ મંગલમહુડી, જેકોટ, દાહોદ, બોરડી અને અનાસ સેક્શનમાં ત્રણ નવા ઓટોહર્ટ સ્થાપિત કરવામાં આવ્યાં છે.
આ તમામ ઓટોહર્ટસ નવી આઈપીએસ સીસ્ટમ સાથે લેસ છે. જેના પગલે ઉપરોક્ત સ્ટેશનો ઉપર ઈલેક્ટ્રોનીક ઈન્ટરલોગીંગ પર સુધારા થશે. હવે ૪૭ નવા અને ૦૪ આસ્કપેટ ઓટોમેટીક સીગ્નલ સ્થાપિત થશે. તેમજ ૩૦ જેટલા સીગ્નલોને ૦૪ આસ્પેક્ટ સેમી ઓટોમેટીકમાં અપગ્રેડ કરવામાં આવશે જેમાં આધુનિક ડેટા લોગર, ફાયર ડિટેક્શન, અલાર્મ સિસ્ટમ, અર્થ લીકેજ ડીટેક્ટર સ્થાપિત થશે. આ ઓટોમેટીક બ્લોક સિસ્ટમની પ્રણાલીથી રેલ્વે માળખુ વધુ મજબુત બનશે સાથેજ ભવિષ્યમાં ટ્રાફિક જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને ટ્રેનોના સંચાલનમાં ઝડપ, સુરક્ષા અને સમયબધ્ધ સેવા ઉપલબ્ધ થાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથેજ આ રેલખંડમાં અત્યાર સુધી કેટલાક સ્થળે ૯૦થી ૧૧૦ પ્રતિકલાકની ઝડપે તો કેટલાક કર્વના લીધે ટ્રેનોની ઝડપ ૯૦થી ઘટીને ૭૦ પ્રતિ કલાકની થઈ જતી હતી પરંતુ હવે ઓટોમેટીક બ્લોક સીગ્નલની સાથે રેલ્વે ગોધરા, નાગદા રેલખંડમાં મોટાભાગના કર્વને સીધા કરી દીધાં છે. જેના પગલે હવે નજીકના સમયમાં આ કામગીરી ૧૦૦ ટકા પુર્ણ થયા બાદ ૧૬૦ પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનોનું સંચાલન થશે. સાથેજ વંદે ભારત તેમજ વંદ ભારત સ્લીપ જેવી પ્રિમીયમ સુપરફાસ્ટ ટ્રેનોનું પણ સંચાલન શક્ય બનશે તે દિશામાં રેલ્વે કામ કરી રહ્યું છે.
