હોળીના તહેવાર દરમિયાન બૂટલેગરો બોર્ડર પર સક્રિય, પોલીસનું સઘન ચેકીંગ..
Mp- ગુજરાતની ટીંબી ચેકપોસ્ટ પર Sog પોલીસની કાર્યવાહી, ડમ્પરમાંથી 23.46 લાખનો દારૂ ઝડપાયો.!
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીંબી ચેકપોસ્ટ પરથી પોલીસે એક ડમ્પર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂપિયા 23,46,000 ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 30,51,000 ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ પોલીસને મળેલ બાદમીના આધારે ચકલીયા પોલીસે ટીંબી ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાટી હાથ ધરતા હતા તે સમયે માધ્યમમાં દર્શાવેલ એક ડમ્પર ગાડી ત્યાંથી પસાર થઈ હતી જેને જોઈ પોલીસ સાબદી બની હતી. ગાડી નજીક આપવાની સાથે પોલીસે તેને ચારે તરફથી ઘેરી લઈ ગાડી ના ચાલક ઘનશ્યામકુમાર વીરધારામ મેગવાલ (રહે. રાજસ્થાન) નાની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જોવા મળ્યો ન હતો જેથી પોલીસે ડમ્પર ગાડીની તલાસી લેતા તેમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ.159 જેમાં બોટલો નંગ.2076 જેની કિંમત રૂપિયા 23,46,000 ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 30,51,000 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ગાડીના ચાલકની અટકાયત કરી તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ભવાનીસિંગ (રહે. રાજસ્થાન) તેમજ વડોદરાના એક ઈસમ ની મદદગારીથી હેરાફેરી કરતો હોવાની કબુલાત કરતા આ સંબંધે ચાકલિયા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
