મજૂરીકામ દરમિયાન સુરક્ષા સાધનોનો અભાવ જીવલેણ સાબિત થયો,  દાહોદના મુવાલીયા ક્રોસિંગ પર હોર્ડિંગ કાઢવા જતા 11 kV લાઇન પર બે મજૂરો ચોંટયા, એકનું મોત., એક ઈજાગ્રસ્ત..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

મજૂરીકામ દરમિયાન સુરક્ષા સાધનોનો અભાવ જીવલેણ સાબિત થયો, 

દાહોદના મુવાલીયા ક્રોસિંગ પર હોર્ડિંગ કાઢવા જતા 11 kV લાઇન પર બે મજૂરો ચોંટયા, એકનું મોત., એક ઈજાગ્રસ્ત..

દાહોદ તા.૨૪

દાહોદ શહેરમાં મુવાલિયા ક્રોસિંગ વિસ્તારમાં કલર કામ કરવા આવેલા પરપ્રાંતિય બે મજૂરોને હોર્ડિંગ હટાવતા ઘડીએ વીજકરંટ લાગતા બે પૈકી એક યુવકનું મોત નીપજ્યાનું જ્યારે અન્ય એક યુવક સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ નજીકના મુવાલિયા ક્રોસિંગ વિસ્તારમાં ચાની નિર્માણાધીન દુકાનમાં કલર કામ કરતા ઉત્તર પ્રદેશના બે યુવાનો મનમોહક પાઠક તેમજ આકાશ સમની રહેવાસી ધનની બજાર ગોરખપુર ઉત્તર પ્રદેશનાઓ આજે સવારે હોર્ડિંગ ખસેડવા જતા ઉપરથી પસાર થતી 11 કેવીના વીજ લાઈનના સંપર્કમાં આવી જતા કરંટ લાગી ગયો હતો. જેના પગલે આ બંને ઇજાગ્રસ્તને ૧૦૮ ની મદદથી સારવાર અર્થે દવાખાને લઈ જવાયા હતા ત્યાં ફરજ પરના તબીબે બે પૈકી મનમોહન પાઠકને મૃત જાહેર કર્યો હતો જ્યારે બીજો યુવક હાલમાં સારવાર હેઠળ હોવાની માહિતી મળી છે આ ઘટના બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article