ગરબાડા તાલુકાના જુદાજુદા ગામોમાં 10 જેટલી નવી ગ્રામ પંચાયતોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહર્ત કરાયું..   ગરબાડામાં 40 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત બનશે..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના જુદાજુદા ગામોમાં 10 જેટલી નવી ગ્રામ પંચાયતોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહર્ત કરાયું.. 

 ગરબાડામાં 40 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત બનશે..

દાહોદ તા.04

 ગરબાડા તાલુકાના જુદા જુદા ગામોમાં રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે 10 જેટલી નવીન ગ્રામ પંચાયતો બનવા જઈ રહી છે જેનું આજે ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરના અને ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન રાઠોડ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તેમજ તાલુકા વિકાસ અધિકારી ના હસ્તે ખાદમુરત કરવામાં આવ્યું હતું. 

ગરબાડામાં જે નવીન ગ્રામ પંચાયત બનવા જઈ રહી છે તે રૂપિયા 40 લાખના ખર્ચે બનાવવામાં આવશે. તેમજ ભુતરડી માતવા ગાંગરડા ગરબાડા નીમચ, જાંબુઆ, વડવા, વજેલાવ જેસાવાડા અને નઢેલાવ માં પણ નવીન ગ્રામ પંચાયતો બનશે. જે તમામ ગ્રામ પંચાયતો ₹3 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે. આ નવીન ગ્રામ પંચાયતો નવીન બનવાની વાતને લઈને ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે.

Share This Article