Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરામાં કોરોના સંક્રમણને પગલે મામલતદાર કચેરીના સભાખંડમાં કોરોનાની સમીક્ષા બેઠક યોજાઇ

ફતેપુરામાં કોરોના સંક્રમણને પગલે મામલતદાર કચેરીના સભાખંડમાં કોરોનાની સમીક્ષા બેઠક યોજાઇ

   શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં કોરોના ની સમીક્ષા બેઠક યોજાઇ,મામલતદાર એન આર પારગીની અધ્યક્ષતામાં કોરોનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી

ફતેપુરા તા.02

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં મામલતદાર એન આર પારગી ની અધ્યક્ષતામાં કોરોના ની સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી પી એસ અમલિયાર જિલ્લા રક્તપિત અધિકારી શ્રી દાહોદ તાલુકા હેલ્થ ઓફિસર ના પ્રતિનિધિ પી.એસ.આઇ સી બી બરંડા આજુબાજુ ગ્રામ પંચાયતના તલાટી શ્રી ઓ સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા ફતેપુરા નગરમાં તેમજ તાલુકાના અંતરિયાળ વિસ્તારો ના ગામોમાં કોરોના પોઝિટિવ કેસોનો વધારો જોવા મળી રહે છે સંક્રમણ અટકાવવા ગ્રામજનો દ્વારા તકેદારી રાખવામાં આવી સુચના આપવામાં આવી હતી જિલ્લા રક્તપિત અધિકારી દ્વારા icds શિક્ષણ વિભાગના કર્મચારીઓ તેમજ આશાવર્કરો ની મદદ લઇ ટીમ વર્ક કરીશું તો જ આપણે કોરોના ને મા ત આપી શકીશું તેમ જણાવ્યું હતું કોરોના સમીક્ષા બેઠકમાં ફતેપુરા કરોડિયા પુર્વ વલુંડી કાળીયા વલુંડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને તલાટી શ્રી ઓ હાજર રહ્યા હતા મામલતદાર દ્વારા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ઓ ને તલાટી શ્રી કોરોના ના સંક્રમણને અટકાવવા પોતાના ગામમાં જાહેરાતો કરવા આવીને સુચના આપવામાં આવી હતી તેમજ આયુર્વેદિક ઉકાળો વિતરણ કરવામાં આવે તેમજ સેનેટાઈઝર પર વધુ ભાર મૂકવામાં આવેલ હતું પંચાયત દ્વારા ખાસ વાહનમાં આયોજન કરી કોરોના કેસના અંગેની જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર ને કામગીરી કરવા જણાવ્યું હતું તેમજ કોરોના સંક્રમણ ની સાવચેતી અંગે જાહેરાતો કરવા ગ્રામ પંચાયતના સુચના કરવામાં આવી હતી

error: Content is protected !!