રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લાના રસ્તાના સમારકામ/રીસરફેસીંગ અને નવીનીકરણની કામગીરી પુરજોશમાં*
*માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ દ્વારા ઝાલોદ તાલુકાના મલવાસી તળાવ ફળીયા માર્ગનું રીસરફેસીંગનું કામ કરાયું*
દાહોદ તા. ૨૦



દાહોદ જિલ્લાના રસ્તાના સમારકામ/રીસરફેસીંગ અને નવીનીકરણની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ હસ્તકના ઝાલોદ તાલુકાના મલવાસી તળાવ ફળીયા માર્ગનું રીસરફેસીંગનું કામ શરૂ કરવામાં આવેલ છે. માર્ગ નવિનીકરણ અને સુધારણા માટે વિવિધ કામો હાથ ધરાયેલ છે નાગરિકો માટે પરિવહન સુગમ બને એ બાબતને પ્રાથમિકતા આપીને દાહોદ જિલ્લાના માર્ગો પર કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્યોથી સ્થાનિક ગામો વચ્ચે માર્ગ પરિવહન સુવિધા વધશે તેમજ પરિવહન કરતા લોકોને રાહત મળશે અને સમય બચશે.
000