રાજેશ વસાવે :- દાહોદ
*બિરસા મુંડા ભવન, દાહોદ દ્વારા ત્રણ જિલ્લાના આદિવાસી સમાજનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ ગોધરા ખાતે યોજાયો.*
દાહોદ તા. ૨
બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન, દાહોદના ઉપક્રમે આજરોજ દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ કબીર મંદિર, ગોધરા ખાતે ભવનના અધ્યક્ષ અને નિવૃત અધિક કલેક્ટર સી. આર. સંગાડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરીને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભવનના મંત્રી દિનેશભાઇ બારીયા ગુરુજીએ મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. ભવનના પૂર્વ અધ્યક્ષ અને નિવૃત ADGP સ્વ. વી. એમ. પારગી (IPS ) ને મરણોત્તર આદિવાસી સમાજરત્ન સન્માન એનાયત કરવામાં આવ્યું હતુ. સમાજના ગૌરવરૂપ પ્રતિભા અને ઉત્કૃષ્ટ સમાજકાર્ય કરનાર નિવૃત અધિક કલેક્ટર એસ. એસ. બારીયા તથા નિવૃત પ્રોફેસર અને સાહિત્યકાર સુરમલભાઈ વહોનિયાને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વર્ષ 2025 માં સરકારી સેવામા નિયુક્ત થયેલા વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ તથા મદદનીશ પ્રાધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ સમારંભમાં નિવૃત IPS આર. જે. પારગી, ડૉ. કે. આર. ડામોર, નિવૃત આસિસ્ટન્ટ લેબર કમિશ્નર ડી. એમ. ડામોર, નિવૃત GST આસિસ્ટન્ટ કમિશ્નર કુંજલતાબેન પરમાર, નિવૃત મામલતદાર રૂપેશભાઈ ગરોડ,ડૉ. ઇસ્માઇલ સંગાડા, ડૉ. રાજુભાઈ ભુરીયા, ડૉ. જીગ્નેશભાઈ ભુરીયા ભવનના કન્વીનર એફ. બી. વહોનિયા, સમાજના અગ્રણી હીરાભાઈ નાયક, પ્રવીણભાઈ પારગી, રમણલાલ ડામોર, સુખલાલ ડામોર, બી. કે. પરમાર, વી. ડી. નીસરતા, અતુલભાઈ બારીયા, રાજેશભાઈ વસૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સન્માનિત મહેમાનો અને મુખ્ય મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષણ, રોજગાર પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતુ. સમાજમાંથી કુરિવાજો અને વ્યસનો દૂર કરવા જણાવ્યું હતુ. આદિવાસી વિકાસ ફાઉન્ડેશન, ગોધરાના પ્રમુખ પ્રા.ડૉ.કે.જી. ચંદાણા દ્વારા ગોધરા ખાતે આદિવાસી સમાજ ભવન નિર્માણ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગાંધીનગર ખાતે પણ સમાજ ભવન અને હોસ્ટેલ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. ભવનના ટ્રસ્ટી રાજેશભાઈ ભાભોર દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો. અંતમાં રાષ્ટ્ર્રગાન કરવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા.ડૉ. હરિપ્રસાદ કામોલ દ્વારા કરવામાં આવ્યું હતુ. ખૂબ જ આનંદ, ઉલ્લાસ, નવા સંકલ્પો અને ભાઈચારાના ભાવથી નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.