બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકામાં એકલ અભિયાનના સભ્યો દ્વારા નિરાધાર બાળકો સાથે દિવાળીના તહેવારની અનોખી રીતે કરાતી ઉજવણી*
*સુખસર આસપાસના 15 થી 20 ગામોના 43 જેટલા પરિવારોમાં 113 જેટલા નિરાધાર બાળકો છે*
સુખસર,તા.19

કોઈપણ તહેવારના સમયે નાના બાળકોમાં ખૂબજ થનગનાટ અને ઉત્સાહ હોય છે.કપડાની ખરીદી કરતા હોય છે,ફટાકડા ખરીદતા હોય છે.લગ્ન કરેલ દીકરીઓ પણ તહેવારના સમયે પોતાના પિતાના ઘરે આવે છે. બહારગામ મજૂરી કરતા ભાઈ-બહેનો પણ તહેવારના સમયે પોતાના માદરે વતન તહેવાર મનાવવા માટે આવતા હોય છે.તહેવારના સમયે ચારેય તરફ ઉત્સવ અને ખુશીનો મહોલ હોય છે. પરંતુ આવા સમયે નિરાધાર બાળકો ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય છે, ખૂબ જ દુઃખની લાગણી અનુભવતા હોય છે. ત્યારે એકલ અભિયાનના શંકરભાઈ કટારા તથા તેમની ટીમ દ્વારા નિરાધાર બાળકોને દિવાળીના સમયે કીટનું વિતરણ કરવામાં આવે છે.
સુખસરની આસપાસના લગભગ 15 થી 20 ગામોમાંથી 43 જેટલા પરિવારોમાં 113 જેટલા એક યા બીજી રીતે નિરાધાર બાળકો છે.આ તમામ બાળકોને વર્ષમાં ત્રણ વાર રૂબરૂ મુલાકાત લઇ તેમના ખબર અંતર પૂછવામાં આવે છે.તેમના શિક્ષણ બાબતે ચર્ચા કરવામાં આવે છે.અને મોટીવેટ કરવામાં આવે છે.તથા તેઓને કાઈ પણ મુશ્કેલી પડે તો બે ધડક જાણ કરવા માટે જણાવવામાં આવે છે.અને સરકાર તરફથી મળતા લાભો તેમને મળે છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે.અને લાભથી વંચિત બાળકોને લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
ત્યારે આ વખતે 113 જેટલા નિરાધાર બાળકોને શંકરભાઈ કટારા અને તેમની ટીમ દ્વારા તેલ,ગોળ, સોજી ,વેચાણ, ફટાકડા ,કલર ,ડાયરી વગેરે જેવી જરૂરી વસ્તુઓની કીટ બનાવીને વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ તમામ બાળકોને સંતરામપુર ફેશન માર્ટ મોલના માલિક અશ્વિનભાઈ પટેલ અને દાતાઓ તરફથી કપડાની ગિફ્ટ આપવામાં આવી હતી.સાથે તમામ બાળકોને મીઠાઈ પેકેટ પણ દાતાઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમમાં એકલ અભિયાનના આચાર્ય મિત્રો લાલાભાઇ,લલિતભાઈ,વિરેન્દ્રભાઈ ભગુભાઈ સંજયભાઈ,રાકેશભાઈ જાવેદભાઈ,સુનિલભાઈ જેવા સેવાભાવી ભાઈઓએ પોતાનુ સમયદાન અને બાળકોને સંતરામપુર લાવા લઈ જવા માટે વાહનનું યોગદાન આપ્યું હતું.