
મહેન્દ્ર ચારેલ: સંજેલી
સંજેલીના ગોવિંદા તળાઈ ગામમાં
થ્રી ફેસ લાઈન 1 વર્ષથી બંધ ખેડૂતોની હાલત કફોડી..
ગામમાં ડીપી બળી જતાં બદલવાની તસ્દી ન લેવામાં આવતાં રોષ ખેડૂતોમાં રોષ..
એમજીવીસીએલના આસિસ્ટન્ટ લાઈન મેન,જુનિયર ઈજનેર,ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ ખેડૂતોને ગોળ ગોળ વર્ણન..
દાહોદ તા.29
સંજેલી ગોવિંદા તળાઈમાં એમજીવીસીએલ ની બેદરકારીના કારણે ખેડૂતોને વીજળીથી વંચિત રાખવામાં આવ્યા છે.ખેતીવાડીની થ્રી ફેસ લાઈનની ડીપી બળી જતા એક વર્ષ અગાઉ રિપોર્ટ કર્યો હોવા છતાંય હજી સુધી ડીપી નાખવામાં આવી નથી. આ બાબતે એમજીવીસીએલ નો સંપર્ક કરતા ગોળ ગોળ જવાબ ડીપી નવી માટે રિપોર્ટ કર્યો છે? રિપોર્ટ ખોવાઈ ગયો? રિપોર્ટ આપેલો છે? તેવા જવાબ આપવામાં આવ્યો પરંતુ રિપોર્ટ કોને બનાવ્યો હશે સમજવા જેવી વાત છે. એમજીવીસીએલ ગરીબ ખેડૂતોને ગુમરા કરવાનું કામ કરતા હોય તેમ જોવાઈ રહ્યું છે..
સંજેલી તાલુકામાં એમજીવીસીએલ ની બેદરકારી ખેતીવાડીની લાઈન એક વર્ષથી બંધ હાલતના કારણે ખેડૂતોને ઉભો પાક સુકાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની..વીજ તંત્ર સાચી અને સચોટ કામગીરી હાથ ધરીને ખેડૂતોને ક્યારેય વીજ મુક્ત કરશે ખેડૂતોનો ડાંગર નો ઉભો પાક સુકાતા ભારે રોસ જોવા મળ્યો..સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ મુખ્ય પ્રાથમિક શાળાની બાજુમાં ખેતીવાડીની થ્રી ફેસ લાઈન બંધ હાલતમાં અનેકવાર એમજીવીસીએલને રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડીયા..વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો દ્વારા અવારનવાર અનેકવાર કમ્પ્લેન કરવામાં આવી છતાં ડીપી નાખવામાં આવતી નથી.. જેથી ખેડૂતોને પાક નિષ્ફળ જતા ખેડૂતતો મજબૂર બન્યા છે.
*એક વર્ષથી થ્રી ફેસ લાઈન બંધ હોવાથી ખેતીના નુકસાન થયું છે :તેરસિંગભાઈ તાવીયાડ/કોયાભાઈ ચારેલ*
ખેતીવાડીની થ્રી ફેસ લાઈન 1 વર્ષ જેટલાં ટાઈમ થી બંધ હાલતમાં છે ડીપી બળી ગઈ છે આ બાબતે અનેકવાર ટેલીફોન દ્વારા કમ્પ્લેન નોંધાવેલ છે. એમજીવીસીએલ દ્વારા રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે પણ હજી સુધી ડીપી નાખવામાં આવી નથી જેથી ખેડૂતોને ભારે હાલાકી છે હાલ ડાંગરમાં પાણી મૂકવાનું છે પણ વીજ લાઈન બંધ છે જેથી પાક સુકાઈ રહ્યો છે..