Thursday, 21/11/2024
Dark Mode

અબ તક @ 805:દાહોદમાં આજના વધુ 21 કેસોનો ઉમેરો:કુલ 203 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

અબ તક @ 805:દાહોદમાં આજના વધુ 21 કેસોનો ઉમેરો:કુલ 203 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

  Dahod Live Desk…..

દાહોદ તા.11

દાહોદ જિલ્લામાં rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી વધુ 21 કેસોનો વધારો જોવા મળ્યો હતો.આજના નોંધાયેલા કોરોનાના કેસોમાં સૌથી વધુ દાહોદ શહેરમાં 12 કેસો નોંધાવા પામ્યા છે.જ્યારે ગરબાડા પંથકમાં 2, દે.બારીયામાં 4, સંજેલીમાં 2 કેસોનો વધારો જોવા મળ્યો હતો.આજરોજ નોંધાયેલા નવા દર્દીઓ મળી કોરોનાનો કુલ આંક 805 પર પહોંચવા પામ્યો છે.જ્યારે આજરોજ વધુ 18 દર્દીઓ કોરોના મુક્ત થતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 552 લોકો કોરોના મુક્ત થતાં હાલ 203 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે સતત બીજા દિવસે કોરોના મહત્તમ કેસોનો રેકોર્ડ નોંધાવા પામ્યો છે.

વધુમાં મળતી માહિતી અનુસાર rtpcr 246 તેમજ રેપિડના 908 સેમ્પલો મળી કુલ 1154 સેમ્પલોની ચકાસણી હાથ ધરાતા તે પૈકી 1133 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા જ્યારે
(1)ફાતેમા કુતુબુદ્દીન પીટોલવાલા રહે. સુજાઈબાગ, ઉ.વર્ષ.57, (2) રાજેશ રજનીકાંત શાહ રહે. દેસાઈવાડ, ઉ. વર્ષ.62, (3) મુકેશ રમણલાલ પંચાલ રહે. દોલતગંજ બજાર ઉ.વર્ષ.53, (4) ચૌહાણ ભવરલાલ ગમનલાલ રહે.લુહાર ફળિયા ઝાલોદ ઉ. વર્ષ, 39, (5) રાવત નિર્મળાબેન કિરણભાઈ સંજેલી ઉ.વર્ષ. 45, (6) રાવત ઇલાબેન કિરણભાઈ રહે. માંડલી રોડ, સંજેલી,ઉ.વર્ષ 40, (7)પટેલ મહેશ બી.રહે.ચણોટા ફળિયું અંતેલા દે.બારીયા ઉ.વર્ષ. 18
તેમજ રેપિડ ટેસ્ટમાં (1)વીણાબેન એચ. ત્રિપાઠી રહે. ગોધરારોડ ઉ.વર્ષ 67, (2) અજય કનકસિંગ સોલંકી રહે. ગોદીરોડ ઉ.વર્ષ.50, (3) મુકેશ અમૃતલાલ દેસાઈ નહેરુ સોસાયટી ભીલ સેવા મંડળ પાસે દાહોદ ઉ.વર્ષ34, (4) કવિતાબેન લવેન્દ્ર કેસાવર રહે. અંબિકા નગર ઉ.વર્ષ 35, (5)પ્રદીપભાઈ નગીનભાઈ કોડિયાભાઈ રહે. દોલતગંજ બજાર ઉ.વર્ષ. 57,(6)શીરિશ ભાઈ છગનભાઇ પંચાલ રહે. સોનીવાડ,ઉ.વર્ષ.52, (7) મિલન શિરીષભાઈ પંચાલ રહે.સોનીવાડ ઉ.વર્ષ 19, (8)અનિલાબેન શિરીષભાઈ પંચાલ રહે. સોનીવાડ ઉ.વર્ષ.22,(9) રાજેશ રતિલાલ પરમાર રહે.જેસાવાડા મેન બજાર (ગરબાડા),ઉ.વર્ષ 40, (10) સાવરીયા મીનાક્ષીબેન મહેશભાઈ, ઉ.વર્ષ.42,(11) સાંવરિયા નંદિનીબેન મહેશભાઈ રહે.તુલસી એપાર્ટમેન્ટ, ( દે.બારીયા)ઉ.વર્ષ.19,(12) મોહનભાઇ હીરાલાલ પ્રજાપતિ રહે.બસ સ્ટેશન (ગરબાડા) ઉ.વર્ષ.43, (13)મુકેશ મોહનભાઇ બામણ રહે.ગોવિંદ નગર ઉ.વર્ષ.35 મળી 21 પોઝીટીવ કેસોનો વધારો થવા પામ્યો છે. જ્યારે 454 લોકોના રિપોર્ટ પેન્ડિંગ હોવાથી તેઓની રાહ જોવાઈ રહી છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના ટ્રાવેલ હિસ્ટ્રીની શોધખોળ આદરી તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી જે તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારોમાં સૅનેટાઇઝ સહિતની કામગીરી શરુ કરી વધુ ને વધુ ટેસ્ટિંગ હાથ ધર્યું છે. જોકે કોરોના કાળમાં અત્યાર સુધીમાં ૫૦ લોકો મૃત્યુ પામ્યા છે.

error: Content is protected !!