Saturday, 24/07/2021
Dark Mode

ફતેપુરા તેમજ સંજેલી તાલુકામાં બીજેપીની કાર્યશેલી તેમજ વિકાસને જોઈ કોંગ્રેસ સહીત 800 જેટલાં લોકો ભાજપમાં જોડાયા

ફતેપુરા તેમજ સંજેલી તાલુકામાં બીજેપીની કાર્યશેલી તેમજ વિકાસને જોઈ કોંગ્રેસ સહીત 800 જેટલાં લોકો ભાજપમાં જોડાયા

 હિતેશ કલાલ/શબ્બીર સુનેલવાલ,ફતેપુરા 

 

ફતેપુરા ૧૨૯ વિધાનસભા મતવિસ્તારમાં ૮૦૦ જેટલા ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે જોડાયા,દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવી સ્વાગત કર્યું,ફતેપુરા તાલુકામાંથી અને સંજેલીતાલુકા માંથી ભાજપ કાર્યકર તરીકે જોડાયા હતા.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા આર્ટ્સ કોલેજના પટાંગણમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ મેળવતા કાર્યકર ને દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપી સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે 129 ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર ફતેપુરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ રામા ભાઈ પારગી દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ડો. અશ્વિનભાઈ પારગી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની વિકાસની કામગીરી ને લઈને ફતેપુરા તાલુકાના અને સંજેલી તાલુકાના નિવૃત્ત પોલીસ કર્મચારી ખેતીવાડી અધિકારી ઇજનેર કારકુનો કે જેવો તેઓનો નોકરીનો સમય ગાળો પૂરો કરી નિવૃત થયા છે તેવા કર્મચારીગણ તેમજ ભાજપને કાર્ય કરવાની કાર્યપદ્ધતિ અને ભાજપની વિકાસની કામગીરી ને લઇને આશરે ૮૦૦ જેટલા લોકો ભાજપના કાર્યકર તરીકે જોડાતા તેઓનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખે સ પહેરાવી સ્વાગત કરીને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તરીકે પ્રવેશ આપવામાં આવેલ હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!