Friday, 22/11/2024
Dark Mode

ધાનપુર પંથકમાં વધુ એક દીપડાનો હુમલો:ઘરના આંગણામાં હાથ ધોવા આવેલી 7 વર્ષીય બાળા પર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી,બાળાને 500 મીટર ખેંચી લઇ જતા પંથકમાં ફફડાટ ફેલાયો

ધાનપુર પંથકમાં વધુ એક દીપડાનો હુમલો:ઘરના આંગણામાં હાથ ધોવા આવેલી 7 વર્ષીય બાળા પર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી,બાળાને 500 મીટર ખેંચી લઇ જતા પંથકમાં ફફડાટ ફેલાયો

 મઝહર અલી મકરાણી, દે.બારીયા 

 દે.બારીયા તા.08

ધાનપુર તાલુકાના કાંટુ ગામમાં જમીને ઘરના આંગણામાં હાથ ધોવા આવેલી 7 વર્ષીય બાળા પણ દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં વધી રહેલા દીપડાના હુમલાઓના કારણે ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના કાંટુ ગામના સુરા ડુંગરી ફળીયાના રહેવાસી સમસુભાઈ ભુરીયા તેમના પરિવાર સહીત સાંજના સાડા સાતેક વાગ્યાંના સુમારે ઘરે જમવા બૈઠા હતા.અને તેમની સાથે તેમની 7 વર્ષીય પુત્રી ધોળકીબેન ભુરીયા પણ જમવા બૈઠી હતી.7 વર્ષીય ધોળકી જમીને ઘરના આંગણામાં હાથ ધોવા આવી હતી.તે સમયે ઘાત લગાવીને બેઠેલા હિંસક દીપડાએ ધોળકીબેન પર હુમલો કરી ગાળાના ભાગે બચકું ભરી આશરે 500 મીટર સુધી ખેંચીને લઇ ગયો હતો. તે સમયે ધુળકી બેનને બૂમાબૂમ સાંભળી બહાર દોડી આવેલા પરિવાર સહિત આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો. ત્યારબાદ દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી બાળાને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાને લઇ જતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર સહિત પંથકમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઉકત બનાવની જાણ પોલીસને થતા વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાને ઝબ્બે કરવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા.જ્યારે પોલીસે મૃતક બાળકીના મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

ધાનપુર પંથકમાં વધુ એક દીપડાનો હુમલો:ઘરના આંગણામાં હાથ ધોવા આવેલી 7 વર્ષીય બાળા પર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી,બાળાને 500 મીટર ખેંચી લઇ જતા પંથકમાં ફફડાટ ફેલાયો

ધાનપુર તાલુકાના આસપાસના વિસ્તારોમાં વધી રહેલા દીપડાના હુમલાઓ:કોઈક નરભક્ષી દીપડા દ્વારા હુમલાઓથી  પંથકવાસીઓમાં દહેશતનો માહોલ:વનવિભાગ દ્વારા દીપડાને ઝડપવા પાંજરા મુકાયા 

દાહોદ જિલ્લાના ધાનપુર અને દે.બારિયા જંગલ વિસ્તારમાં વધુ પ્રમાણમાં દીપડા વસવાટ કરે છે. અને જેના લીધે માનવો પર હુમલા વધવા લાગ્યા છે. જેને લઇ સ્થાનિક વન વિભાગ ચિંતિત છે. રેન્જ વાસીયાં ડુંગરીના વનકર્મી સાથે વાતચીત કરતા જણાવ્યું કે આગાઉ ધાનપુર રેન્જ અને વસિયા ડુંગરી રેન્જમાં અગાઉ થયેલ હુમલાને લઇ નક્કી આ વિસ્તારમાં નરભક્ષી દીપડો ફરી રહ્યો છે.અને માનવ હુમલા વધવા લાગ્યા છે જેને લઇ આગાઉ ધાનપુર રેન્જ અને વાસીયા ડુંગરી રેન્જમાં પાંચ પિંજરા મૂકવામાં આવ્યા છે.પરંતુ આ નરભક્ષી દીપડાના કાલના હુમલાને લઇ વિસ્તારમાં અનેક હુમલા થી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.જેને લઇ સ્થાનિક વન વિભાગ હજુ બીજા ચાર પિંજરા મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે. આર. એફ. ઓ આર.એમ પરમાર રેન્જ વાસિયાં ડુંગરી અને આર.એમ પુરોહિત આર. એફ.ઓ ધાનપુર સહિતની ટીમ હાલ કામગીરીમાં જોતરાઈ છે.

error: Content is protected !!