
સિગવડમાં વાવાઝોડાની અસર, વૃક્ષો ધરાસાઈ થતા માર્ગ અવરોધિત થયા …
સિંગવડ તાલુકામાં ગતરોજ સાંજે ખૂબ જોરદાર વાવાઝોડા આવવાથી ખૂબ નુકસાન થવા પામ્યું હતું જ્યારે રસ્તા પર વૃક્ષો પડી ગયા હતા અને વાહન વ્યવહાર પણ થોડીવાર માટે બંધ થયો હતો.
સિંગવડ તા. ૧૬
સિંગવડ તાલુકામાં ગતરોજ સાંજે ભયાનક વાવાઝોડા આયુ હતું તેમાં ઘણા લોકોના ઘરના પતરા ઉડી ગયા હતા જ્યારે ઘણા રસ્તા ઉપર નાના મોટા વૃક્ષો ધરાસઈ થયા હતા. આ વૃક્ષો ધરાસઈ તથા તેના લીધે લાઈટ તો ના થાંભલા પણ પડ્યા હતા જ્યારે સિંગવડ તાલુકાના પીપળીયા ગામે પણ લીમડાનું ઘટાદાર વૃક્ષ રોડ પર પડતા પીપળીયા થી સિંગવડ તરફ આવતો જતો વાહન વ્યવહાર ખોવાયો હતો જ્યારે બે ત્રણ કલાક સુધી આ રસ્તો વૃક્ષ પડવાથી બંધ થયો જ્યારે રણધીપુર પોલીસ સ્ટેશન પીઆઇ એન કે ચૌધરી સિંગવડ રેન્જ આરએફઓ પ્રજાપતિ તથા તેમનો સ્ટાફ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને જેસીબીની મદદથી વૃક્ષને હટાવવાની કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જ્યારે આર એફ ઓ પ્રજાપતિ દ્વારા વૃક્ષ કાપવા માટે કટર મશીન ની વ્યવસ્થા કરીને મંગાવવામાં આવ્યું હતું અને ત્યાર પછી રસ્તામાં પડેલા વૃક્ષને કાપીને એક સાઈડમાં કરવામાં આવ્યું હતું જ્યારે રસ્તા ખુલ્લો થતા વાહન વ્યવહાર ચાલુ થયો હતો ત્યાર પછી રીમઝીમ રીમઝીમ વરસાદ પણ ચાલુ થયો હતો જ્યારે રસ્તાની વચ્ચે પડેલા વૃક્ષ રેન્જ વિતરણ લીમખેડામાં આવતું હોય છે અને આ લીમખેડા વિસ્તરણ રેન્જમાં બે તાલુકા માં કામ ચાલતું હોય જેમાં ખાલી એક જ કટર મશીન આપેલું હોય ત્યારે અવારનવાર આવા વાવાઝોડા સાથે વૃક્ષો પડવાની ઘટનાઓ બનતી હોય છે અને આ વૃક્ષો ને કાપવા માટે કટર મશીન હોય તો ફટાફટ કામ થઈ શકે તેમ હોય પરંતુ બે તાલુકામાં એક જ કટર મશીન આપવામાં આવતા તે કટર મશીન લીમખેડા તાલુકામાં કામ લાગેયા સિંગવડ તાલુકામાં કામ લાગે તેમ હોય જ્યારે જો બે તાલુકામાં થઈને ચાર થી છ કટર મશીન આપવામાં આવ્યા હોય તો ફટાફટ જ્યાં પણ વૃક્ષ પડે ત્યાં ફટાફટ કાપી ને તે રસ્તો ખુલ્લો કરી શકે તેમ છે માટે તેના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કટર મશીન ની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પણ પામી હતી જ્યારે વૃક્ષો પડ્યા ત્યારે વીજળીના થાંભલાઓ પણ પડ્યા હતા જેના લીધે તેના વાયરો ઝાડના નીચે દબાયા હતા જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના કોઈ પણ કર્મચારીઓ આ વૃક્ષને હટાવવામાં આવ્યું ત્યારે ત્યાં કોઈપણ કર્મચારીઓ હાજર નહીં રહેતા સ્થાનિક લોકોને તથા વાહન ચાલકો દ્વારા વીજળીના થાંભલા ના વાયરો કાપવા પડ્યા હતા અને પછી વૃક્ષોને હટાવાયા હતા