હિતેશ કલાલ @ સુખસર
મહિલા પીએસઆઇ સાથે દહેજની માગણી કરી મારઝૂડ થતી હોવાની ફરિયાદ નોંધાઈ,ફતેપુરાના લીમડીયા ગામની વતની અને સંતરામપુર.ભંડારા ખાતે લગ્ન થયું હતું.છેલ્લા અઢી વર્ષથી ત્રાસ અપાતો હોવાની પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાઇ. સાસરિયાઓથી ત્રસ્ત નિસહાય મહિલાઓને ન્યાય અપાવનારી મહિલા પોલિસ અધિકારી સાસરિયાઓના ત્રાસનો ભોગ બની
દાહોદ તા.03
ફતેપુરા તાલુકાના લીમડીયા ગામ ની મહિલાનું ત્રણ વર્ષ અગાઉ સંતરામપુર.ભંડારા ખાતે લગ્ન થયું હતું હાલ તેઓ ફતેપુરા ખાતે રહે છે મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે છેલ્લા અઢી વર્ષથી પતિ સહિતના સાસરીયાઓ દ્વારા દહેજ ની માગણી કરી મારઝૂડ થતી હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથક દાહોદમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ફતેપુરા તાલુકાના લીંમડીયા ગામ ની શકુંતલાબેન નુ લગ્ન ત્રણ વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ સંતરામપુર.ભંડારા ખાતે થયું હતું હાલ તેઓ ફતેપુરા ખાતે રહે છે શકુંતલાબેન પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે લગ્નના સમય દરમિયાન એક જ મહિના બાદ પતિ સહિત સાસરિયાં દ્વારા દહેજ માટે રૂપિયાની માગણી કરી મારઝૂડ કરવામાં આવતી હોવાની ફરિયાદ અઢી વર્ષ બાદ મહિલા પોલીસ મથક દાહોદ ખાતે નોંધાઇ હતી જેમાં મહિલાએ પતિ રવિન્દ્રકુમાર અર્જુનભાઈ ડામોર સહિત સાસુ સસરા થઈ પાંચ સામે ફરિયાદ નોંધાઇ હતી.