વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા/ કલ્પેશ શાહ @ સીંગવડ
ફતેપુરા/સીંગવડ તા.24
સિંગવડ તેમજ ફતેપુરા તાલુકામાં વરસાદ લંબાતા ખેડૂતો ચિંતામાં મુકાયા,ખેતરમાં રહેલા મકાઈ સહિત અન્ય પાક સુકાઈ જવાના આરે,મેઘરાજાને મનામણા શરૂ થયા,કોરોના ની કહેર વચ્ચે વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો ઘેરાયા
સિંગવડ તેમજ ફતેપુરા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાતા છે. ખેતીમાં મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાતી જોવા મળી હતી.તથા વરસાદ હજુ બેથી ચાર પાંચ દિવસ લંબાઈ તો મકાઈ અને ડાંગરને મોટા પાયે નુકસાન થાય તેમ છે તથા ગામડાના લોકો દ્વારા વરસાદ પડે તો ખેતીને જીવતદાન મળી રહે તથા પશુઓને મનુષ્યને પણ પીવા માટે પાણી મળી રહે તેમ છે.તથા વરસાદ ને મનાવવા આદિવાસી મહિલાઓ દ્વારા ઘણાં નવા ટોટકા કરવામાં આવે છે.જેનાથી વરસાદ કઈ પડી જાય તો ખેતી અને બધા માટે ઉપયોગી થાય તેમ છે પરંતુ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.જ્યારે દાહોદ જિલ્લાતો પાણીની રાહ જોઈ ને થાકી ગયો તેમ છે.જો વરસાદ પડી જાય તો ખેતીને મોટુ નુકશાન થતું બચી શકે તેમ છે.અને પાણીની અછત ઊભી નહીં થાય તેમ છે.પરંતુ વરસાદ પણ લોકોને હાથતાળી આપીને જતો રહે છે સવારે વરસાદ વાતાવરણ થાય છે અને બપોરના ઉનાળાનો તડકો જોવા મળે છે જ્યારે વરસાદ પડી જાય તો વાતાવરણમાં થોડી ઠંડક જોવા મળે તેમ છે.જ્યારે ફતેપુરા તાલુકાના મોટાભાગના ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોય છે આ વર્ષે કોરોનાનો કહેર છે ત્યારે બીજી તરફ વરસાદનો કહેર પણ જોવા મળતા જગતનો તાત કુદરત સામે લાચાર બન્યું છે ખેડૂતોએ અનેક આશા સાથે મોંઘા ભાવના બિયારણો લાવી ને ખેતરમાં મકાઇ ડાંગર તુવેર સોયાબિન કપાસ સહિત અન્ય પાક ની ખેતી કરી હતી વધતી જતી મોંઘવારીને લઈ ખેડૂતોએ ખેતરમાં ખેત મજૂરી ન બોલાવીને ખેડૂત પરિવાર ખેતીકામમાં જોતરાયા ગયા હતા જાણે અહીંના ખેડૂતો પર મેઘરાજા રિસાયા હોય તેમ વરસાદ ખેંચાતા પાકને પાણીની તાતી જરૂર વચ્ચે સુકાઈ જવાની આરે હોવાની જગતનો તાત ચિંતિત થઈ ઊઠ્યો છે
મોંઘા ભાવના બિયારણો તેમજ મોંઘા ભાવનું ખાતર લાવી ખેડૂતે પોતાના ખેતરમાં ખેતી કરી છે ત્યારે વરસાદ ખેંચાતા મોંઘા ભાવના બિયારણો અને ખાતર નષ્ટ થયા છે જ્યારે આ વિસ્તારમાં કેનાલ ની સુવિધા ના હોવા નથી સિંચાઈનો કોઈ જ માધ્યમ ન હોવાથી તથા અમુક કૂવા પાણી વગર ખાલીખમ જોવા મળી રહ્યા છે જો વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતોની અને આશા પર પાણી ફરી વળે તો નવાઈ નહીં અહીંના ખેડૂતો કુદરત સામે લાચાર થયા છે ત્યારે વરસાદ મન મૂકીને વરસે તેવી વરુણદેવને જગતનો તાત આજીજી કરી રહ્યો છે