બાબુ સોલંકી :- સુખસર
*પ્રજાપતિ સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમા સત્તર વર્ષ સુધીના બાળકને સંપૂર્ણપણે મોબાઈલનો ત્યાગ કરવા અપીલ કરવામાં આવી*
*પ્રજાપતિ સમાજમાં વિવિધ પ્રસંગોમા ખોટા રિવાજો અને ખોટા ખર્ચાઓ દુર કરી સાદાઇથી પ્રસંગો પાર પાડવા આહવાન કરાયું*
સુખસર,તા.7
દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ વડોદરા દ્વારા છઠ્ઠો સ્નેહમિલન તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજના પ્રમુખની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજના વડોદરા સ્થાયી થયેલા લોકો દ્વારા છઠ્ઠો સ્નેહ મિલન સમારોહ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ સરદાર પટેલ ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે દાહોદ જિલ્લાના પ્રજાપતિ સમાજના પ્રમુખ રાકેશભાઈ યુ. પ્રજાપતિની અધ્યક્ષતામાં તેમજ દાહોદ જિલ્લા પ્રજાતિ સમાજના મહામંત્રી વિનોદભાઈ મોહનભાઈ પ્રજાપતિ, ચંદુભાઈ પ્રજાપતિ,ડોક્ટર સંદીપભાઈ પ્રજાપતિ,ગણપતભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ પ્રજાપતિ,ડોક્ટર વિશાલ પ્રજાપતિ તેમજ નીલમબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરીને પોતાની કારકિર્દીમાં સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.કે.જી થી લઈ બારમાં ધોરણ, કોલેજ,માસ્ટર ડીગ્રી સુધીના બાળકોને તેમના ઉજવળ ભવિષ્ય માટે પ્રોત્સાહનરૂપે ઇનામ આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજના મહામંત્રી વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,આજના આધુનિક યુગમાં મોબાઈલ એ જીવન જરૂરી માધ્યમ બની ગયું છે.દિવસ દરમિયાન દર બે મિનિટે મોબાઈલ ચેક કરવાની આદત પડી ગઈ છે.ત્યારે આ સમય દરમિયાન નાના-નાના બાળકોને મોબાઈલ તેમના ઘડતરમાં તેમના વિકાસમાં અડચણરૂપ સાબિત થઈ રહ્યું છે.ત્યારે દાહોદ જિલ્લા વડોદરા પ્રજાપતિ સમાજને અપીલ કરવામાં આવે છે કે,તેમના બાળકને 17 વર્ષ સુધી મોબાઈલ પકડવા પર અથવા તો મોબાઈલના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આ એક ગંભીર સમસ્યા છે તેના ઉપર સર્વે વિચારવું જોઈએ તેવું જણાવ્યું હતું.તદઉપરાંત બહેન દીકરીઓને અપીલ કરતાં કહ્યું હતું કે, એક પિતાને કન્યાદાન કરવાનો મોકો દિકરીએ અચૂક આપવો જોઈએ. દીકરી હોવા છતાં પણ જો પિતાને કન્યાદાન કરવાનો મોકો ન મળે તો તેને નર્કમાં સ્થાન પ્રાપ્ત થાય છે.તેથી દીકરીઓએ પિતાને કન્યાદાન કરવાનો મોકો અવશ્ય આવવો જોઈએ તેવું જણાવ્યું હતું.તો દાહોદ જિલ્લા પ્રજાતિ સમાજના પ્રમુખ દ્વારા પ્રજાપતિ સમાજ ચાલતા ખોટા રિવાજો અને ખોટા ખર્ચાઓ થી દૂર રહી પોતાનો પ્રસંગ કરવો જોઈએ. સમાજ એકત્રિત થશે,સંગઠિત થશે તો કોઈપણ પ્રકારનો નિર્ણય ઝડપી લઈ શકાશે.સમાજમાં કોઈપણ પ્રકારની તકલીફ હશે અને મારાથી થશે તો હું કરવા તત્પર છું.મને જાણ કરજો તેવું જણાવ્યું હતું.તો આ પ્રસંગે પધારેલા અતિથિ વિશેષ દ્વારા અલગ-અલગ મંતવ્ય રજૂ કરી બાળકોને પ્રોત્સાહન મળી રહે તેવા સલાહ સૂચનો આપ્યા હતા.અને બાળકોને પ્રમાણપત્ર આપી ઇનામ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ બરોડાના પ્રમુખ બાબુભાઈ પ્રજાપતિ,મંત્રી શાંતિલાલ પ્રજાપતિ તેમજ વિવિધ હોદ્દેદારો દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું હતું.