Wednesday, 05/02/2025
Dark Mode

સીંગવડના છાપરવડ ગામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કરમા રોડ ઉપર પટકાયેલા બાઈક સવારનું મોત..

December 7, 2024
        8006
સીંગવડના છાપરવડ ગામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કરમા રોડ ઉપર પટકાયેલા બાઈક સવારનું મોત..

સીંગવડના છાપરવડ ગામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કરમા રોડ ઉપર પટકાયેલા બાઈક સવારનું મોત..

દાહોદ તા. 07

સીંગવડના છાપરવડ ગામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કરમા રોડ ઉપર પટકાયેલા બાઈક સવારનું મોત..

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના છાપરવડ ગામે એક ટ્રેક્ટરના ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ.

સીંગવડના છાપરવડ ગામે સ્ટેશન ફળિયામાં રહેતાં 45 વર્ષિય રમેશભાઈ રમણભાઈ પટેલ પોતાના કબજાની મોટરસાયકલ લઈ છાપરવડ ગામે આઈ.સી.આઈ.સી. બેન્ક પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં, તે સમયે એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રમેશભાઈની મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં રમેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં. જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માત સર્જી ટ્રેક્ટરનો ચાલક પોતાના કબજાનું ટ્રેક્ટર લઈ ફરાર ગયો હતો. આ અકસ્માત સંબંધે રમણભાઈ ગેમાભાઈ પટેલે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!