સંતરામપુરમાં દુધાળા દેવની ભાવભીની વિદાય યોજાઈ..
સંતરામપુર નગરમાં આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત શ્રીજીની શોભા યાત્રા કાઢીને ગણેશ વિસર્જન કરાયું હતું.
સંતરામપુર તા. ૧૭
સંતરામપુર નગરમાં બાપા મોરિયા ના નામ સાથે સંતરામપુર નગર ગુંજી ઉઠ્યું હતું. નાના-મોટા થઈને આશરે સંતરામપુર સંત જુના તળાવમાં 30 થી 35 શ્રીજીની વિસર્જન કરવામાં આવશે આજે સંતરામપુરમાં ભોઇવાડા વિસ્તારમાંથી તમામ ગણપતિ એકઠા થઈને ડીજેના તાલ સાથે બાપા મોરિયા અગલે પર જલદી આના વિશાલ સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી.
અને ગણેશ વિસર્જન નું આયોજન કરવામાં આવેલું હતું આ શોભાયાત્રામાં ઉત્સાહભેર ભક્તો જોડાયા હતા વિવિધ મંડળ દ્વારા ગુલાલની છોડો વચ્ચે નીકળી યાત્રાનું હુસેની ચોકમાં મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવેલું હતું અને ઠંડા પીડા ન પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી
પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ભોઈવાડા હુસેની ચોક પીપળી ફરિયા મોટા બજાર નવા બજાર ગોધરા ભાગોળ લુણાવાડા રોડ સંત જૂના તલાવડી પ્રસ્થાન કરીને વહીવટી તંત્ર દ્વારા વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પોલીસે સતત ચારે બાજુ ચાપતી નજર રાખીને ગણેશ વિસર્જનના કાર્યક્રમને સફળ બનાવેલો હતો જ્યારે કેટલાક ભક્તોએ ઘરે સ્થાપના કરવી ગણપતિની મૂરત પ્રમાણે પોતાની રીતે આજે વિસર્જન કરવા ગયા હતા વિવિધ વિસ્તારોમાં ચા નાસ્તો પૌવા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી..