સિંગવડમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો,સોના ચાંદીના દાગીના મળી સવા લાખની માલ પત્તા પર હાથફેરો

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

  સિંગવડમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો,સોના ચાંદીના દાગીના મળી સવા લાખની માલ પત્તા પર હાથફેરો..

સીંગવડ તા. ૧૩

સિંગવડના લક્ષ્મી નગરમાં એક વ્યક્તિ પોતાના મકાનને તાળું મારી અંબાજી પગપાળા દર્શન અર્થે ગયો હતો તે દરમિયાન તકનો લાભ લઇ ચોરીના મક્કમ ઇરાદે ત્રાટકેલા તસ્કરોએ મકાનનો નકુશો અને તાળો તોડી પ્રવેશ કર્યા બાદ તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના મળી સવા લાખ ઉપરાંતની રકમ ઉપર હાથ ફેરો કરી ભાગી ગયાનું જાણવા મળે છે.       

                     

સિંગવડ ખાતે લક્ષ્મી નગરમાં રહેતા કામોલ નલિનકુમાર નાનુસીહ જે અંબાજી ખાતે પગપાળા જવા માટે 6.9.24 ના રોજ ઘરેથી નીકળ્યા હતા.જ્યારે તેમના માતા અને પિતા પણ તેમના ડુંગરી ગામે રહેતા હોય અને આ મકાનનું તાળું બંધ હાલતમાં હોય જ્યારે નલીનભાઈ 12.9.24  ના રોજ અંબાજી થી પરત ફરેલા તેમને તેમના ઘરે જતા તેમના ઘરના તાળાનું નકુચો તૂટેલી હાલતમાં દેખતા તેમને તેમના ઘરમાં જઈને જોતા મધ્ય રૂમમાં તિજોરી મૂકેલી હોય અને તે તિજોરી નો સામાન વિખેરેલી હાલતમાં દેખાતા તેમને તેમની મમ્મી પપ્પાની તિજોરી જે 2011માં તિજોરી લીધેલી હતી.તેનામાં સોના ચાંદીના દાગીના ચાંદીના કંદોરા 2 ઝાંઝરી 2 બુટી 1 કંદોરો સોનાનો લોકેટ 1 દોરા 2 બુટ્ટી એક વીંટી વગેરે મળીને રૂપિયા 1,25,000 નો મુદ્દામાલ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવ્યો હતો.જ્યારે તેની જાણ નલિનભાઈ દ્વારા રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી ત્યારે રણધીપુર પોલીસ દ્વારા સ્થળ નિરીક્ષણ  કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સિંગવડ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધતા નગરવાસીઓ માં લોકોમાં ભય ફેલાવવા પામ્યો છે. ત્યારે પોલીસે ઉપરોક્ત મામલે ગંભીરતા દાખવી તસ્કરોને ઝબ્બે કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Share This Article