રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાનો યુવાન લૂટેરી દુલ્હનનો બન્યો શિકાર:
3.50 લાખ આપીને ઉજ્જૈનની યુવતી સાથે લગ્ન કર્યા પરંતુ તે બીજા ની પત્ની નીકળી
લગ્નના એક જ મહિના બાદ યુવતીનો પતિ સામે આવ્યો..
બે બાળકો પણ હોવાની વાત કરતા યુવકના પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ
ભાંડો ફૂટતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો..
ગરબાડા તા. ૧૧
દાહોદ જિલ્લાના ગરબાડા નગરના યુવકે એક માસ પહેલાં જ ઉજ્જૈનની એક યુવતી સાથે લગ્ન કર્યા હતાં.બુધવારે યુવકના ઘરે ધસી આવેલા યુવકે તે આ યુવતીનો પતિ હોવાનો દાવો કરવા સાથે તેના બે બાળકો હોવાનું પણ જણાવતાં પરિવારના પગતળેથી જમીન ખસી ગઇ હતી. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પરંતુ.યુવકે 3.50 લાખ રૂપિયા આપીને યુવતી સાથે ફુલહાર કર્યા હતા.
ગરબાડા નગરમાં રહેતાં દિશાંક પંચાલના લગ્ન 12 ઓગસ્ટ 2024ના રોજ ઉજ્જૈનની પીન્કી નામક યુવતી સાથે થયા હતાં. રાજસ્થાનના સજ્જનગઢના દિશાંકના સબંધિએ યુવતી ગોતી હતી અને તેને પણ રતલામના કોઇ પાટીદાર યુવકે સંપર્ક કરાવ્યો હતો. આ પાટીદાર યુવકે ઉજ્જૈનમાં રહેતી સીમા નામક યુવતીનો સંપર્ક કરાવતાં આ લગ્ન ગોઠવાયા હતાં. દિશાંક અને તેના પરિવારને ઉજ્જૈન બોલાવીને તેમની પાસેથી 3.50 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતાં અને ત્યાં કોઇ માતાજીના મંદીરમાં બંનેના ફુલહાર કરાવવા હતા.10 નવેમ્બર 2024ની સાંજે દિશાંકના ઘરે પીન્કીનો ભાઇ વિશાલ આવ્યો હતો. ત્યાર બાદ તેની પાછળ આવેલા ત્રણ યુવકો પૈકીના એકે અરૂણ ગુજ્જર તરીકે પોતાની ઓળખ આપીને તે પીન્કીનો પતિ હોવાનો દાવો કર્યો હતો. આ મામલો અંતે પોલીસ મથકે જતાં અરૂણે પીન્કી. હોવાનો પુરાવો પોલીસને બતાવ્યો હતો. આ સાથે પીન્કી સાથેના લગ્નના ફોટો તેમજ વકિલની નોટરી પણ બતાવી હતી. આ ઘટના પગલે પોલીસ મથક આગળ ટોળેટોળા ભેગા થઇ ગયા હતાં. દિશાંક સહિતના પરિવારને છેતરાયાની લાગણી થઇ રહી હતી. 3.50 લાખ રૂપિયા લઇને એક જ માસમાં પત્ની તરીકેનો દાવો કરીને યુવતીને પાછી લઇ જવા આવેલા પતિનો દાવો કરતાં યુવક તેના ભાઇ સહિતના લોકોની છોતરપીંડી કરવાની એક વ્યવસ્થિત ટોળકી ચાલતી હોવાની ચર્ચાઓ પણ ચાલતી સાંભળવા મળી હતી.