Saturday, 12/07/2025
Dark Mode

લદાખમાં ચીન જોડે થયેલ હિંસક અથડામણ માં શહીદ થયેલા માંભારતીના વીર સપૂતોને દે.બારીયા તેમજ ફતેપુરા કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલી અર્પી

લદાખમાં ચીન જોડે થયેલ હિંસક અથડામણ માં શહીદ થયેલા માંભારતીના વીર સપૂતોને દે.બારીયા તેમજ ફતેપુરા કોંગ્રેસ સમિતિએ  શ્રદ્ધાંજલી અર્પી

મઝહર અલી મકરાણી@ દે.બારીયા/ શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા  

 ફતેપુરા તેમજ દેવગઢ બારિયામાં કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો

 દેવગઢ બારીયા/ફતેપુરા તા.

દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત ચીન બોર્ડર પર દેશની રક્ષા માટે શહીદ થયેલા 20 જવાનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જે દરમિયાન તાલુકા પ્રમુખ બાબુ ભાઈ ફુલા ભાઈ શહેર પ્રમુખ દીપક ગોસ્વામી કાઉન્સિલર મુન્ના ભાઈ મકરાણી,સત્તાર માસ્ટર,હનિફ ભાઈ,રફિખ ભાઈ ભીખા યુથ કોંગ્રેસ માથી જતીન બાલવણી,પરેશ પટેલ,શૈલેશ રાઠવા,રીતેશ બારિયા,કાળુ શુક્લા, અતિક શેખ,રાજેશ રાવળ અન્ય કાર્યકર્તા તથા ડૉ કટારા સાહેબ ઉપસ્થિત રહ્યા. જ્યારેલદાખમાં ચીન જોડે થયેલ હિંસક અથડામણ માં શહીદ થયેલા માંભારતીના વીર સપૂતોને દે.બારીયા તેમજ ફતેપુરા કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલી અર્પી ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ફતેપુરા તાલુકાના સુખસર નજીક ઘાણીખુટ ગામે રાખવામાં આવેલ હતો.ચીન દ્વારા ભારતની સરહદમાં ધુસણખોરી કરીને આપણા ભારત દેશના સૈનિક જવાન ઉપર હુમલો કરતા આપણા ભારતના 20 વીર ભારતીય જવાનો હમલામાં શહીદ થયેલ છે ચીન દ્વારા હુમલામાં 20 ભારતી ય જવાનો શહીદ થતા શહીદ થયેલ જવાન માટેનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી વિજયભાઈ કલાલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અલ્પેશ ભાઈ બરજોડ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકર તમોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કેન્દ્રની ભાજપ સરકાર નિષ્ફળ અને નબળી વિદેશ નીતિના કારણે આખા દેશની સરહદો પર તનાવ છે.વડાપ્રધાન મોદી સાહેબ કેમ ચુપ કેમ :-રઘુભાઈ મછાર (મંત્રી પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગુજરાત રાજ્ય)

કેન્દ્રની ભાજપ સરકાર નિષ્ફળ અને નબળી વિદેશ નીતિના કારણે આખા દેશની સરહદો પર તનાવ છે અને ચીન દ્વારા હુમલો કરવામાં આવતાં આપણા 20 સૈનિકો શહીદ થયા છે.તો વડાપ્રધાન મોદી સાહેબ કેમ ચુપ બેઠા છે તેઓ વેધક સવાલ કરેલ છે.

error: Content is protected !!