સિંગવડ CHC સેન્ટર પાસે ફોરવીલર ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો..
સીંગવડ તા. ૧૫
સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહારથી 92,880 નો ઈંગ્લીશ દારૂનું જથ્થો તથા ગાડીને ઝડપી પાડતી દાહોદ એલસીબી તથા રણધીપુર પોલીસ સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની બહારથી 14 8 2024 ના રોજ રાત્રિના 21:45 થી 23 વાગ્યા સુધી દાહોદ એલસીબી કોન્સ્ટેબલ દિનેશભાઈ મોહનભાઈ તથા રણધીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જીબી રાઠવા દ્વારા એક M.P 45 za 3013 નંબરની ગાડી પસાર થતા તેનો પીછો કરતા તે ગાડી ચાલક ની ગાડી રસ્તાની સાઈડમાં ઉતરી જતા ગાડીનો દરવાજો ખોલીને ડ્રાઇવર ઉતરી સિંગવડના જંગલ ઝાડી ઝાંખરામાં ક્યાંક સંતાઈ નાસી છૂટ્યો હતો જ્યારે દાહોદ એલસીબી તથા રણધીપુર પીએસઆઇ જીબી રાઠવા દ્વારા ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 696 નંગ ₹92,880 ની કિંમતની મળી આવ્યું હતું જ્યારે ગાડી M.P. 45 ZA 3013 ની કિંમત પાંચ લાખ કુલ 5.92,880 નો મુદ્દા માલ પકડીને રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યો હતો ત્યારે દાહોદ એલસીબી દ્વારા તપાસ કરતા આ ગાડીનું રજીસ્ટ્રેશન આધારિત તપાસ કરતા ગાડી મેઘનગર ના ડામોર રાજેશભાઈ વોર્ડ નંબર બે આવાસ કોલોની મેઘનગર જાબુવા જીલ્લાનું હોય તેમ જાણવા મળ્યું હતું જ્યારે ગાડીના ડ્રાઇવર સુનિલભાઈ સુરેશભાઈ ડામોર રહેવાસી કાળા પીપલ તાલુકો ઝાલોદ ના જણાવી આવ્યા હતા જ્યારે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.