![સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા ખાતે ગુરુ વંદના કાર્યક્રમ યોજાયોસ](https://dahodlive.com/wp-content/uploads/2024/07/IMG-20240725-WA0061-720x377.jpg)
સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા ખાતે ગુરુ વંદના કાર્યક્રમ યોજાયોસ
સીંગવડ તા. ૨૫
આજ રોજ 25 7 2024 ને ગુરૂવારના રોજ તાલુકા પ્રાથમિક શાળા સિંગવડ માં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં લાવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજીઓનું પૂજન અર્ચના કરી તેમને વંદન કરવા આવ્યા જ્યારે ગુરુજીઓ દ્વારા બાળકો ખૂબ શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધે ગામ તથા દેશનું નામ રોશન કરે તેવા ગુરુજીઓ દ્વારા આશી વચનો આપવામાં આવ્યા હતા જ્યારે તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય નરવતસિંહ ભાભોર તથા તાલુકા શાળાના આસિસ્ટન્ટ શિક્ષક ચૌહાણ શ્રાવણસિંહ દ્વારા ગુરુજી તથા શિષ્ય નું મહત્વ સમજાવ્યું હતું અને તમામ શિક્ષક ભાઈ તથા બહેનોએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.