લો બોલો હવે તો હદ થઈ, હવે તો સમશાન પણ સુરક્ષિત નથી.!!

Editor Dahod Live
2 Min Read

લો બોલો હવે તો હદ થઈ, હવે તો સમશાન પણ સુરક્ષિત નથી.!!

સિંગવડના સ્મશાનમાં લોખંડની એંગલો તેમજ મોટર ચોરાઈ ..     

સીંગવડ તા.18              

સિંગવડ તાલુકામાં ચોરો હમણાં ટૂંક સમયથી બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે  સિંગવડ તાલુકામાં ચોરો દ્વારા અનેક જગ્યાએ નાની મોટી ચોરીઓ કરવામાં આવી રહી છે જ્યારે સિંગવડ તાલુકાના ગામમાં પણ થોડા સમય પહેલા ચોર દ્વારા બે મકાનને નિશાન બનાવી તેમાંથી લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી હતી જ્યારે ગઈ કાલે રાત્રે સિંગવડના સ્મશાનમાંથી ચોરો દ્વારા સ્મશાન ના લોખંડના હેગલો તથા મોટર ની ચોરી કરવામાં આવી હતી જ્યારે ચોરો દ્વારા સ્મશાનને પણ છોડવામાં નથી આવ્યું તો બીજી શું વાત કરવી જ્યારે આવી નાની મોટી ચોરી કરતા કોઈ બહારના ચોર નહીં હોઈ શકે પણ સ્થાનિક ચોરો હોઈ શકે તેવું લાગી રહ્યું છે ખરેખર સ્મશાનમાં જ્યારે સુવા માટે કેચી બિછાવેલી હોય છે 

તે તે કેચી ના લોખંડના હેગલો ચોરો દ્વારા નીકાળીને તથા પાણીની મોટર તાળા ની અંદર મૂકી રાખેલી હતી તેનું તાળું તોડીને તે મોટર  લઈ જવામાં આવી છે માટે આવા ચોરોને દેખીને કડક સજા કરવામાં આવે તો બીજા કોઈ આવા તત્વો માથું ઊંચું ના કરે જ્યારે આ ચોરી થતાં સિંગવડ પંચાયત દ્વારા રણધીપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે.

Share This Article