મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી ગોવિંદા તળાઈ,ઇટાડી ઝાલોદ હાઇવે ને જોડતો માર્ગ બિસ્માર હાલત.
રસ્તો ધોવાઈ જતા મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને અકસ્માતનો ભય.
15 વર્ષ અગાઉનો આ માર્ગ ઉબડખાબડ, સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ.
તાલુકા પ્રમુખ અને જિલ્લા સભ્યના પોતાના જ ગામનો રસ્તો ઉબડખાબડ.
સંજેલી તા.17
ગોવિંદા તળાઈ ગામના તાલુકા પ્રમુખ અને જિલ્લા સભ્યના પોતાના જ ગામનો રસ્તો ઉબડખાબડ ક્યારે બનશે આ નવીન રોડ આ રસ્તા પર અનેકવાર પોતાના ઘરે જવા આવવાનો મુખ્ય રસ્તો એ પણ 15 વર્ષથી બિસ્માર હાલતમાં નજરે પડે છે.
સંજેલી અનાજ માર્કેટ થી ગોવિંદા તળાઈ ઇટાડી થઈ ઝાલોદ હાઇવે ને જોડતો માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી.
આ માર્ગ 15 વર્ષ અગાઉ બનેલો માર્ગ છે તેમાં ઠેર ઠેર ખાડા કાદવ કિચડ મસ
મોટા ખાડાઓ બિસ્મર હાલતમાં અનેકવાર નાની મોટી અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે વાહન ચાલકો સહીત સ્થાનિક લોકોની નવીન રસ્તા બનાવવા માંગ ઉઠવા પામી છે. સંજેલી અનાજ માર્કેટથી ગોવિંદા તળાઈ ઇટાડી ઝાલોદ ને હાઇવેને જોડતો શોર્ટકટ રોડ વર્ષોથી ઉબડખાબડ અને બિસ્માત હાલતમાં તંત્ર દ્વારા તપાસ કરી નવીન માર્ગ તેમજ ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરી રહીયા છે આ બિસ્માર રસ્તા પર સ્કૂલો સહીત પંચાયત પણ આવેલી છે છતાં આ નવીન રસ્તો ક્યારે બનશે? સત્વરે આ માર્ગ નું સમારકામ કરવામાં આવે તેમજ હાલ ચોમાસાની ઋતુમાં મસમોટા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે વાહન ચાલકોને ખાડો નજરે ન પડતા કેટલાક વાહન ચાલકો ને સ્લીપ ખાય પડી જતા હોય છે વહેલી તકે તંત્ર દ્વારા આ મોટા ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.