સિંગવડના રણધીપુર પોલીસ તથા દાહોદ જિલ્લા એલ.સી.બી દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો..
સીંગવડ તા. ૯
સિંગવડના રણધીપુર પોલીસ તથા દાહોદ જિલ્લા એલસીબી દ્વારા ૮ ૭ ૨૦૨૪ ને રોજ રંધીપુર ગામે કમલેશ કિરાણા સ્ટોર ઉપર gj 10 ap 29 25 i20 ખોટી નંબર પ્લેટ લગાડી ગાડી મૂકીને બુટલેગરો ભાગી જતા દાહોદ જિલ્લા એલસીબી તથા રંધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જીબી રાઠવા તેની સાથે એક જેનું નામ કામ નહીં હોવાથી આ ગાડીમાં તપાસ કરતાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ 906 કિંમત 2 68 678 તથા જીજે 10 એપી 2925 જેની કિંમત રૂપિયા 400000 મળી કુલ રૂપિયા 668678 ના મુદ્દા માલ સાથે હેરાફેરી કરતા ગાડીની ખોટી નંબર પ્લેટ લગાવી સાચા તરીકે ગાડીનો ઉપયોગ કરી મુદ્દા માલ સહિત ગાડી મૂકી નાખી છે જ્યારે રંધીપુર પોલીસ સ્ટેશનને આ ગાડી ને લાવીને તેના માંથી બધુ માલ રણધીપુર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યો હતો જ્યારે રણધીપુર પોલીસ દ્વારા ઇ.પી.કો કલમ એકટ મુજબ 65 ઇ 98 (2) 116 બી કલમ 336 (2) (3) 340 (2) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.