
સિંગવડના નહેરુ ઉ મા શાળા દાસામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ..
સીંગવડ તા. ૨૭
સિંગવડ તાલુકામાં શ્રી નહેરુ ઉ મા શાળા દાસામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી ધોરણ નવમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અને 11 માં પણ 200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો કાર્યક્રમના અધ્યક્ષ દાહોદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન માનનીય દક્ષાબેન પરમાર અને દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નારસિંગભાઈ પરમાર દ્વારા નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરીને પ્રવેશ આપવામાં આવ્યો. દાસા ગામના સરપંચ શ્રીમતી રમીલાબેન ભાભોર દ્વારા ઇનામ વિતરણ કર્યું. તેમજ શાળામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને શાળા પરિવારવતી પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય જે પી પ્રજાપતિએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું મહત્વ સમજાવી જુદી જુદી પરીક્ષાઓ અને તેનાથી મળતી શિષ્યવૃતિ વિશે માહિતી આપવામાં આવી.શાળાના સંચાલક 108 મહંતશ્રી સુમરણદાસજી સાહેબે નવા પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો 12ની કન્યા પરમાર મોનાલીબેન સુબતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતુ.