Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા:તમાકુ બનાવટની ચીજવસ્તુઓની કાળાબજારીનો મામલો:તંત્ર દ્વારા સીલ કરાયેલી 4 દુકાનોની મુદત વધુ સાત દિવસ માટે લંબાઈ

ફતેપુરા:તમાકુ બનાવટની ચીજવસ્તુઓની કાળાબજારીનો મામલો:તંત્ર દ્વારા સીલ કરાયેલી 4 દુકાનોની મુદત વધુ સાત દિવસ માટે લંબાઈ

શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરામાં સીલ કરેલ દુકાનોની મુદત વધુ સાત દિવસ માટે લંબાઈ,સાત દિવસ પછી નિર્ણય લેવામાં આવશે અને ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા કાયદેસર દંડ વસૂલ કરવામાં આવશે વિજયભાઈ ખરાડી કલેકટર દાહોદ

ફતેપુરા તા.13

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં વેપારીઓ દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ ઉપરાંત ઉપરાંત તમાકુ બનાવટ ના પાન મસાલા ગુટકાના ભાવો કાળા બજાર કરી વધુ ભાવો વસૂલ કરાતા હોવાનો આ વિસ્તારની પ્રજા દ્વારા કલેકટરશ્રીને રજૂઆત કરતા દાહોદ કલેકટર શ્રીના આદેશ મુજબ ફતેપુરાના ઈન્ચાર્જ મામલતદાર વી જી રાઠોડ અને મામલતદાર ની ટીમ દ્વારા ૪ વેપારી દુકાન ગુરૂવારના રોજ સીલ કરવામાં આવી હતી.આ દુકાનદારોને સુનાવણી શુક્રવારના રોજ કલેક્ટરશ્રી કચેરીમાં રાખવામાં આવતા કલેકટર વિજયભાઈ ખરાડીએ વધુ સાત દિવસ માટે દુકાનો સીલ રાખવી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા કાયદેસરના દંડ વસૂલ કરવામાં આવશે અને સાત દિવસ બાદ નિર્ણય લેવામાં આવશે નું જાણવા મળેલ છે.

error: Content is protected !!