રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં LCC કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટર ને વહીવટી તંત્રે સીલ માર્યું…
બિલ્ડીંગના ત્રણ માળમાં ચાલતા ક્લાસિસમાં ચેકિંગ દરમિયાન ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો.
દાહોદ તા. ૫
રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદમાં વહીવટી તંત્ર દ્વારા ડ્રાઇવ યોજી શહેરમાં આવેલા વિવિધ વાણિજ્ય એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરતા કેટલાક સ્થળે ફાયર સેફ્ટી, બીયુની મંજૂરી, બાંધકામની મંજૂરી સહિતની મંજૂરીઓની ચકાસણીનો અભાવ જોવા મળતા તંત્ર દ્વારા વિવિધ એકમોને સીલ મારવાનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો હતો જે આજરોજ સુધી યશાવત રહેવા પામ્યો છે.
આજે વહીવટી તંત્રના નગરપાલિકાની ફાયર ની ટીમ તેમજ ટીબી વીભાગ દ્વારા દાહોદ શહેરના બિરસા મુંડા સર્કલ પર સ્થિત LCC કોમ્પ્યુટર ક્લાસીસ પર ચેકિંગ હાથ ધરતા કોમ્પ્યુટર ક્લાસીસની બીજાં માળે ઓફિસ તેમજ ચોથા મળે તથા છઠ્ઠા માળે ચાલી રહેલા ક્લાસીસમાં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળતા તંત્ર દ્વારા આ બિલ્ડિંગમાં બીજા, ચોથા અને છઠ્ઠા માળાને સીલ મારવામાં આવ્યુ હતું.અત્રે ઉલ્લેખની છે કે શહેરમાં અન્ય કેટલાક સ્થળોએ પણ હાઈરાઈઝ બિલ્ડીંગો તેમજ વાણિજ્ય એકમો પર અગામી સમયમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે. અને ચેકિંગ દરમિયાન જો વિવિધ મંજૂરીઓનો અભાવ જોવા મળશે તો તમામ એકમોને સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરવાની વહીવટી તંત્રના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવેલ છે.